ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય
04:49 PM Oct 28, 2025 IST | revoi editor
Advertisement
ગાંધીનગરઃ રાજ્યમાં જન્મ-મરણની નોંધણી અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતી હતી, તેના બદલે તા. 01 સપ્ટેમ્બર, 2025થી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS Portal ઉપર કરવામાં આવી રહી છે.
Advertisement
રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકાર કરવા આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. વધુમાં, જણાવ્યા અનુસાર CRS Portalમાં જન્મના તેમજ મરણના પ્રમાણપત્ર પર જન્મ-મરણની નોંધણી કરનાર રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્ર નાગરિકોને ઇ-મેઇલ આઇ.ડી. પર મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત નાગરિકો રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રાર પાસેથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે.
Advertisement
Advertisement