For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હીથી અમદાવાદ આવેલી ફ્લાઈટને બર્ડહીટ, નોઝનો ભાગ ડેમેજ

05:19 PM Mar 10, 2025 IST | revoi editor
દિલ્હીથી અમદાવાદ આવેલી ફ્લાઈટને બર્ડહીટ  નોઝનો ભાગ ડેમેજ
Advertisement
  • ફ્લાઈટમાંથી 170 પ્રવાસીઓને સલામતરીતે નીચે ઉતારાયા
  • દિલ્હીની પરત ટ્રીપ માટે બીજું વિમાન મગાવવું પડ્યું
  • ઇન્ટરનેશનલ કનેક્ટિંગવાળા પ્રવાસીઓ અટવાયા

અમદાવાદઃ ઈન્ડિગોની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટને પક્ષી અથડાતા ફ્લાઈટને અન્ય એરપોર્ટ પર ડાઈવર્ટ કરવાના બદલે અમદાવાદ એરપોર્ટ પર લવાઈ હતી. ફ્લાઈટને લેન્ડિંગ કરાયા બાદ 170 બેઠેલા તમામ પ્રવાસીને સુરક્ષિત રીતે નીચે ઉતારાયા હતા. એક્રાફ્ટને ટેકનિશિયનોએ ચેક કરતા ફ્લાઈટનો આગળનો (નોઝ) ભાગ ડેમેજ થઈ ગયો હતો. ફ્લાઈટ ઉડાન ભરે તેમ ન હોવાથી રદ કરાઈ હતી.

Advertisement

દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને બર્ડહીટ થતાં ફલાઈટને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવાને બદલે અમદાવાદ એરપોર્ટ પર લાવીને સલામત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અને ફ્લાઈટમાંથી તમામ 170 પ્રવાસીઓને ઉતારવામાં આવ્યા હતા.ફ્લાઈટને ટેકનિશિયનોએ ચેક કરતા ફ્લાઈટનો આગળનો (નોઝ) ભાગ ડેમેજ થઈ ગયેલો જણાયો હતો.

દરમિયાન આ ફ્લાઈટ બપોરે અમદાવાદથી દિલ્હી માટે ટેકઓફ થવાની હોવાથી 160 પેસેન્જરો બપોરે 12 વાગે પહોંચી ગયા હતા. દરમિયાન એરલાઇનના ગ્રાઉન્ડ સ્ટાફે એનાઉન્સ કર્યું કે આ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી ગ્રાઉન્ડ કરાયું છે જેથી હવે બીજી ફ્લાઈટ દિલ્હીથી આવશે. આજ ફ્લાઈટમાં ઘણાંય પેસેન્જરો ઇન્ટરનેશનલ કનેક્ટિંગવાળા સવાર હોવાથી અટવાઈ પડ્યા હતા. એરલાઇનને દિલ્હીથી બીજી ફ્લાઈટ મંગાવીને અમદાવાદ એરપોર્ટ પર સાંજે 6.10 વાગે લેન્ડ થયા બાદ 7.14 કલાકે દિલ્હી માટે રવાના થઈ હતી. (File photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement