હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

બનાવટી પાસપોર્ટ કૌભાંડમાં મુખ્ય સુત્રધાર બોબી પટેલનો ભાગીદાર બિપન દરજી ઝડપાયો

02:58 PM Aug 02, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ બોગસ પાસપોર્ટના આધારે અમેરિકા મોકલવાના ચકચારી કેસમાં વોન્ટેડ કુખ્યાત બોબી પટેલ અને તેના ભાગીદારને ઝડપી લેવા માટે પોલીસે તપાસ આરંભી હતી. દરમિયાન બોબી પટેલના ભાગીદાર બિપીન દરજીની મહેસાણાથી પકડાયો હોવાનું જાણવા મળે છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પો.સ્ટે.માં વિવિધ કલમ હેઠળ તથા ભારતીય પાસપોર્ટ એકટ કલમ-૧૨ મુજબના કબુતરબાજીના ગુનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલમાં ચાલી રહી છે. ગેરકાયદેસર રીતે અમરીકા મોકલવા માટે તેમના ખોટા તેમજ બનાવટી પાસપોર્ટ દ્રારા અલગ-અલગ દેશોના વિઝા મેળવવા માટેના ખોટા તેમજ બનાવટી દસ્તાવેજો બનાવી-બનાવડાવી હતી. તે દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરીને ભારત દેશ તેમજ અન્ય દેશોની સરકાર સાથે છેતરપિંડી કરી હતી. તેમજ તેના આધારે અલગ અલગ દેશોના વિઝા મેળવવામાં આવતા હતા. પેસેન્જરોને ખોટી ઓળખ ધારણ કરાવડાવી, ગેરકાયદેસર રીતે અમેરીકા ખાતે મોકલવાની કબુતરબાજીની પ્રવૃત્તિમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે સંકળાયેલ ભાગીદાર/એજન્ટ આરોપી બિપિન સોમાભાઇ દરજી (રહે. સી/૧૮, આસ્થા નિવાસ બંગ્લોઝ, કાશી વિશ્વનાથ મંદિર સામે, રાધનપુર રોડ, મહેસાણા)ની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી બિપિન સોમાભાઇ દરજી ઉપરોક્ત ગુનામાં નાસતો-ફરતો હોવાથી તેની વિરૂધ્ધ પ્રથમ CRPC કલમ મુજબ વોરટ મેળવવામાં આવેલ હતું. તેમ છતાં આરોપી નહીં મળી આવતાં આરોપી વિરૂધ્ધ CRPC કલમ મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ જેની બજવણીની કાર્યવાહી કરવા છતાં હાજર થયો ન હતો અને ધરપકડની બીકે તે નાસતો ફરતો રહેતો હતો, આરોપીના ભારતીય પાસપોર્ટ નંબર આધારે ઈમીગ્રેશન ડીપાર્ટમેન્ટ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર મારફતે લુક આઉટ સકર્યુલર (Look out Circular) ઈસ્યુ કરાવવામાં આવેલ હતી તેમજ ઉપરોક્ત આરોપીને પકડવા માટે બાતમી આપનાર તથા મદદરૂપ થનાર વ્યક્તિ માટે ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement

આરોપી બિપિન સોમાભાઇ દરજી મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આવનાર હોવાની ટેક્નીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસથી મળેલ માહિતી આધારે બે ટીમોએ આરોપીની વોચ-તપાસમાં મોકલી આપી હતી. જે ટીમો દ્વારા આરોપીને વિજાપુર ચોકડી ખાતેથી હસ્તગત કરી, સ્ટેટ મોનીટરીંગ સેલની કચેરી ખાતે લાવી તેની અટક કરવામાં આવી છે.

આરોપીની પૂછપરછમાં પોતે ગેરકાયદેસર રીતે લોકોને અમેરીકા મોકલવાના ધંધામાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલનો ભાગીદાર હોવાનું અને અમેરીકા જવા ઈચ્છુક ગ્રાહકો લઈ આવવા તથા તેઓના ડોક્યુમેન્ટ ભેગા કરી ફાઈલ બનાવી, તે ફાઈલ કયા એજન્ટને આગળના કામ માટે આપવી તથા તે ગ્રાહકના પેમેન્ટની જવાબદારી સહ આરોપીઓ સાથે મળી કરતો હોવાનું અને પોતાની વિરૂધ્ધ ઉપરોક્ત ગુનો દાખલ થતાં, પોતે વિસનગર, મહેસાણા, ઉંઝા, વિજાપુર, રાજસ્થાન રાજ્યના જેસલમેર, બિકાનેર, રણુજા તથા મુંબઈ ખાતે છેલ્લા અઢી વર્ષથી નાસતો-ફરતો રહેતો હોવાની વાત સામે આવી છે.

આરોપી પાસેથી એક મોબાઈલ ફોન, કાર તથા રોકડા રૂપિયા 1200 મળી કુલ રૂપિયા 6.06 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ ગુનામાં આજદિન સુધી કુલ-૧૨ આરોપીઓ પકડાયેલ છે જે પૈકી મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ સહિત કુલ ૦૩ આરોપીઓ છેલ્લા અઢી વર્ષથી જ્યુડીશિયલ કસ્ટડીમાં છે, જે તમામ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે અને ઉપરોક્ત ગુનામાં વધુ પુરાવા મેળવવા તપાસ હાલ ચાલુ છે.

Advertisement
Tags :
Aajna SamacharArrestedBobby PatelBreaking News GujaratiFake passport scamGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral newswanted partner Bipan Darji
Advertisement
Next Article