બિમસ્ટેક બંગાળની ખાડીનાં વિસ્તારમાં પ્રાદેશિક વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ મંચ સ્વરૂપે બહાર આવ્યું
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી પેતોંગ્તારન શિનાવાત્રાના આમંત્રણ પર આજે હું થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જવા અને છઠ્ઠી BIMSTEC શિખર બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ રહ્યો છું.
છેલ્લાં એક દાયકામાં બિમસ્ટેક બંગાળની ખાડીનાં વિસ્તારમાં પ્રાદેશિક વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ મંચ સ્વરૂપે બહાર આવ્યું છે. તેની ભૌગોલિક સ્થિતિ સાથે ભારતનો પૂર્વોત્તર વિસ્તાર બિમસ્ટેકના હાર્દમાં આવેલો છે. હું બિમસ્ટેકનાં નેતાઓને મળવા આતુર છું અને આપણાં લોકોનાં હિતને ધ્યાનમાં રાખીને આપણાં સંબંધોને વધારે મજબૂત કરવા, ઉત્પાદકતા સાથે જોડાણ કરવા આતુર છું.
મારી સત્તાવાર મુલાકાત દરમિયાન, મને પ્રધાનમંત્રી શિનાવાત્રા અને થાઇલેન્ડના નેતૃત્વ સાથે જોડાવાની તક મળશે, જેમાં આપણા સદીઓ જૂના ઐતિહાસિક સંબંધોને આગળ વધારવાની સામાન્ય ઇચ્છા છે, જે વહેંચાયેલી સંસ્કૃતિ, ફિલસૂફી અને આધ્યાત્મિક વિચારોના મજબૂત પાયા પર આધારિત છે.
થાઇલેન્ડથી હું 04 થી 06 એપ્રિલ દરમિયાન બે દિવસની શ્રીલંકાની મુલાકાત લઇશ. ગયા ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ દિસાનાયકની ભારતની અત્યંત સફળ મુલાકાત પછી આ વાત સામે આવી છે. આપણી પાસે "સહિયારા ભવિષ્ય માટે ભાગીદારીને પ્રોત્સાહન"ના સંયુક્ત વિઝન પર થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની તક મળશે અને આપણા સહિયારા ઉદ્દેશો પાર પાડવા માટે વધુ માર્ગદર્શન પ્રદાન કરશે.
મને ખાતરી છે કે આ મુલાકાતો ભૂતકાળની કામગીરી પર આધારીત રહેશે અને આપણા લોકો અને વિસ્તૃત ક્ષેત્રના લાભ માટે આપણા ગાઢ સંબંધોને મજબૂત કરવામાં ફાળો આપશે.