પાકિસ્તાનનો આતંકવાદ સાથે સંબંધ હોવાનું બિલાવલ ભુટ્ટોએ પણ સ્વિકાર્યું
નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના દાવા સાથે એનઆઈએએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં એનઆઈએને પાકિસ્તાનની સંડોવણીના મહત્વના પુરાવા મળ્યાં છે. દરમિયાન તાજેતરમાં પાકિસ્તાનના મંત્રી ખ્વાજા આસિફે ચોંકાવનારો ખુલાસો કર્યો કરતા જણાવ્યું હતું કે, વિદેશી તાકાત માટે વર્ષોથી પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. દરમિયાન હવે ભારતે સિંધુ જળ સંધિ મુદ્દે ભારતની કાર્યવાહીનો વિરોધ કરીને સિંધુમાં હિન્દુસ્તાનીઓના લોહીની નદીઓ વહેવડાવવાની ધમકી આપનાર બિલાવલ ભુટ્ટોએ પણ પાકિસ્તાનના આતંકવાદી જૂથો સાથે સંબંધ હોવાનું કબુલ્યું હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ પોતે સ્વીકાર્યું છે કે તેમના દેશનો આતંકવાદી જૂથો સાથે સંબંધ રહ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો ભૂતકાળ છે. પાકિસ્તાનના આતંકવાદીઓ સાથે સંબંધો રહ્યા છે તે કોઈથી છુપાયેલું નથી. આ કબૂલાત તેમના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આતંકવાદી જૂથોને ટેકો અને ભંડોળ આપવામાં પાકિસ્તાનની સંડોવણી સ્વીકાર્યા બાદ આવી છે.