For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરાના સાવલી-હાલોલ રોડ પર ડમ્પરની અડફેટે બાઈકચાલકનું મોત

05:26 PM Mar 27, 2025 IST | revoi editor
વડોદરાના સાવલી હાલોલ રોડ પર ડમ્પરની અડફેટે બાઈકચાલકનું મોત
Advertisement
  • અકસ્માત બાદ ડમ્પર મુકીને ચાલક નાસી ગયો
  • બાઈકસવાર યુવાન લોનનો હપતો ભરવા સાવલી જઈ રહ્યો હતો
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ડમ્પરચાલકની શોધખોળ આદરી

વડોદરાઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનવો વધતા જાય છે. ત્યારે સાવલી-હાલોલ રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલક યુવાનું મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ ડમ્પરનો ચાલક ડમ્પર મુકીને નાસી ગયો હતો, પોલીસે ધટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનોં નોંધીને ડમ્પરચાલકની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

વડોદરા જિલ્લાના સાવલી-હાલોલ રોડ ઉપર શેરપુરા ગામ પાસે ડમ્પરની અડફેટે આવી ગયેલા બાઇક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. ઘટનાસ્થળે સ્થાનિક લોકો દોડી આવે તે પહેલાં ડમ્પરચાલક ડમ્પર સ્થળ ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો. બાઇકચાલક સાવલી બેન્કનો હપતો ભરવા જઇ રહ્યો હતો. આ બનાવ અંગે સાવલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે,  સાવલી તાલુકાના વડીયા ગામના શૈલેષભાઇ રામજીભાઇ વસાવા (ઉં.વ.45) બાઇક લઇ સાવલી લોન ભરવા જઇ રહ્યા હતા. દરમિયાન શેર પુરા પાસે ડમ્પરની અડફેટે આવી જતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું.  અકસ્માતના પગલે રસ્તા ઉપર લોક ટોળું ઉમટી પડ્યું હતું. તે સાથે આ બનાવની જાણ સાવલી પોલીસને થતાં તે પણ પહોંચી ગઇ હતી અને મૃતક શૈલેષભાઇ વસાવાના મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે પંથકમાં ગમગીની ફેલાવી દીધી હતી. આ બનાવ અંગે સાવલી પોલીસે સ્થળ પરથી ડમ્પર કબજે કરી ફરાર ડમ્પરચાલકની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement