For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઢાઢર નદીના કોઝ વે પરથી બાઈક સ્લીપ ખાઈને નદીમાં પડ્યુ, પતિ-પત્ની બચાવ, બે બાળકો લાપત્તા

04:56 PM Oct 06, 2025 IST | Vinayak Barot
ઢાઢર નદીના કોઝ વે પરથી બાઈક સ્લીપ ખાઈને નદીમાં પડ્યુ  પતિ પત્ની બચાવ  બે બાળકો લાપત્તા
Advertisement
  • કોઝ-વે પર પાણીનો પ્રવાહ વધી જતા બાઈક નદીના પ્રવાહમાં ખેંચાયું,
  • નદીમાં મગરો વધુ હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી,
  • SDRFની ટીમો બે બાળકોની શોધખોળ કરી રહી છે

વડોદરાઃ  જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામ નજીક રવિવારે ઢાઢર નદીના કોઝવે પર બાઈક પસાર થઈ રહ્યુ હતું ત્યારે કાઝવે પરના પાણીને લીધે બાઈક સ્લીપ થઈને નદીમાં ખાબક્યુ હતુ. અને બાઈકચાલક પતિ, તેની પત્ની અને બે નાના બાળકો પણ ઢાઢર નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. જો કે સ્થાનિક લોકોએ પતિ-પત્નીને બચાવી લીધા હતા પણ બે નાના બાળકોનો કોઈ પત્તો લાગ્યો નથી. ઢાઢર નદીમાં મગરો વધુ હોવાથી બાળકોની શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે.  હાલ SDRFની ટીમ બાળકોની શોધખોળ કરી રહી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, કોટના ગામના રહેવાસી હિતેશભાઈ જયંતીભાઈ પઢિયાર (ઉં.વ. 32 વર્ષ) પોતાની પત્ની વૈશાલીબેન (ઉં.વ.29 વર્ષ)ને વાઘોડિયા તાલુકાના આલ્વા ગામથી પોતાનાં બે સંતાન દેવેન્દ્ર (ઉં.વ.5 વર્ષ) અને સોહમ (ઉં.વ.  3 વર્ષ) સાથે બાઈક પર કોટના પરત ફરતાં હતાં. વરસાદને કારણે કોઝવે પર પાણી ભરાયાં હતાં, જેના કારણે બાઈક સ્લીપ થઈ જતાં પરિવાર આખો નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ કોટના ગામના માજી સરપંચ રાજુભાઈ પઢિયાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયાં હતાં અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક દોડી જઈ હિતેશભાઈ અને તેમનાં પત્ની વૈશાલીબેનને બહાર કાઢ્યાં હતાં, પરંતુ તેમનાં બે નાનકડાં સંતાન દેવેન્દ્ર અને સોહમનો કોઈ પત્તો ન લાગતા વડું પોલીસ અને કરજણ ફાયરબ્રિગેડની જાણ કરતાં ટીમો પણ પહોંચી ગઈ હતી અને નદીમાં બાળકોની શોધખોળ શરૂ કરી છે.

કોટના ગ્રામપંચાયત સભ્ય અલ્પેશ ગોહિલે જણાવ્યું હતું કે હિતેશભાઈ અને તેમનાં પત્ની અલવા ગામથી આવતાં હતાં અને કોઝવે પર બાઇક સ્લિપ થઈ ગઈ હતી અને બે બાળકો સહિત બાઇક નદીમાં પડ્યાં હતાં. અહીં નદીમાં થોડું પાણીનું લેવલ વધવાને કારણે બાઇક સ્લિપ થઈ ગઈ હતી અને અંદર પાણીના પ્રવાહમાં તણાયાં હતાં. એમાં પતિ-પત્નીનો બચાવ થયો છે, પણ બાળકોનો અને બાઇકનો પતો નથી. એક બાળકની પાંચ વર્ષ અને નાના બાળકની બે વર્ષની ઉંમર છે. અમે સ્થાનિક બોટ લઈને બાળકોની શોધખોળ માટે નદીમાં ગયા, પણ મગરો ઘણા જોયા છે એટલે અમારે જેટલું થતું હતું એટલું અમે કર્યું છે અને અમારી પાસે કોઈ વધારે સગવડ ન હતી. અમે કલાકની મહેનત બાદ પરત પાછા બોટ લઈને બહાર આવ્યા છીએ.

Advertisement

સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક દોડી જઈ હિતેશભાઈ અને તેમનાં પત્ની વૈશાલીબેનને બહાર કાઢ્યાં હતાં, પરંતુ તેમનાં બે નાનકડાં સંતાન દેવેન્દ્ર અને સોહમનો હજુ પણ ગુમ છે. હિતેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દુર્ઘટનાએ આખા કોટના ગામ સહિત પાદરા વિસ્તારમાં ગમગીનીનું મોજું ફેલાવી દીધી છે. સ્થાનિકોએ પ્રશાસનને અપીલ કરી છે કે વરસાદી મોસમ દરમિયાન આવા કોઝવે પર ચેતવણી બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા વધારવી જોઈએ, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને.

Advertisement
Tags :
Advertisement