For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરમાં લોકોમાં સ્વચ્છતા જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ

05:21 PM Apr 18, 2025 IST | revoi editor
સુરેન્દ્રનગરમાં લોકોમાં સ્વચ્છતા જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ
Advertisement
  • સુરેન્દ્રનગર મ્યુનિ, અને ટૂ-વ્હીલર વેલફેર સોસાયટી દ્વારા આયોજન કરાયું
  • 170 બાઈક સાથે યુવાનો રેલીમાં જોડાયા
  • લોકોને મારો કચરો મારી જવાબદારીના શપથ લેવડાવાયા

સુરેન્દ્રનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન અને ટૂ-વ્હલર્સ મિકેનિક વેલફેર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શહેરના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તેમજ નાગરિકો દ્વારા જાહેરમાં ગંદકી ન કરવામાં આવે તે હેતુસર "સ્વચ્છતા બાઇક રેલી’નું આયોજન કરાયું હતું. આ બાઈક રેલીમાં  170થી વધુ બાઇકસવારો જોડાયા હતા. બાઈક રેલી શહેરના એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી મ્યુનિ.કોર્પોરેશન કચેરીએ પહોંચી હતી.

Advertisement

શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન અને ટૂ-વ્હલર્સ મિકેનિક વેલફેર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે લોકોમાં સ્વચ્છતા જાગૃતિ આણવા માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીના માધ્યમથી સ્વચ્છ ભારત યોજનાના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ બનાવીને ગુજરાત અને ભારતને સ્વચ્છ બનાવામાં સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી હતી. બાઇક રેલીમાં ભાગ લીધેલા ટૂ-વ્હીલર્સ મિકેનિકલ સોસાયટીને સંબોધન કરતા મ્યુનિ, કમિશનર નવનાથ ગ્વહાણેએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરને સુંદરને સ્વચ્છ બનાવા માટે જે રીતે સામાજીક સંસ્થાઓ અને આગેવાનો આગળ આવી રહ્યા છે તે ખૂબ જ સરહાનિય છે.

મ્યુનિ.કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ટૂ-વ્હીલર્સ એસોસિયેશન "મારો કચરો મારી જવાબદારી’ની ભાવનાથી શહેરને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. અમે તે બાબતને આવકારીએ છીએ. સુરેન્દ્રનગર મહાનગર પાલિકા "મારો કચરો મારી જવાબદારી’ના સ્લોગન સાથે કામ કરે છે. તેના ભાગ રૂપે શહેરની વિવિધ સેવાભાવી સંસ્થા સાથે મળીને સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર માટે સતત પ્રયત્નશીલ રહીને તેમજ નગરજનોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવીને આપણું સુરેન્દ્રનગર સ્વચ્છ અને સુંદર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બાઇક રેલીમાં મ્યુનિ. કમિશનર નવનાથ ગ્વહાણે, નાયબ કમિશનર અર્જુન ચાવડા, નાયબ કમિશનર એસ.કે. કટારા તેમજ તમામ શાખાના અધિકારી, કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement