બિહાર ચૂંટણીઃ લખીસરાયમાં બૂથ કેપ્ચરીંગની સૂચના મળતા પોલીસ દોડતી થઈ, ચૂંટણીપંચે કાર્યવાહનો કર્યો આદેશ
પટનાઃ બિહાર વિધાનસભાની 121 બેઠકો ઉપર મતદાન દરમિયાન લખીસરાય જિલ્લાના ખુડિયારી ગામમાં બુથ કેપ્પચરીંગની સૂચના મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા એસપી અજયકુમાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવાના નિર્દેશ કર્યાં હતા. તેમજ સુરક્ષા દળાઓ ગામમાં ફ્લેગ માર્ચ કર્યું હતું. તેમજ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે વિશેષ પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યું છે.
લખીસરાયમાં જૂથ ઉપર હંગામા પછી મુખ્ય ચૂંટણી અધિકારીએ આ મામલાને ગંભીરતાથી લીધો હતો. તેમજ તેમણે બિહારના ડીજીપીને તાત્કાલિક કાર્યવાહીના આદેશ કર્યાં છે. એડિશનલ સીઈઓ અમિતકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં બપોરે 3 વાગ્યા સુધી 53.77% મતદાન નોંધાયું હતું. બેગુસરાઈમાં 59.82%, ભોજપુરમાં 50.07%, બક્સરમાં 51.59%, દરભંગામાં 51.75%, ગોપાલગંજમાં 58.17%, ખાગરિયામાં 54.77%, લખીસરાઈમાં 57.39%, મદપુરમાં 5.52%, 5.52% મતદાન થયું હતું. મુંગેર, મુઝફ્ફરપુરમાં 58.40%, નાલંદામાં 52.32%, પટનામાં 48.69%, સહરસામાં 55.22%, સમસ્તીપુરમાં 56.35%, સારણમાં 54.60%, શેખપુરામાં 49.37%, 50.93% અને સિશવાન જિલ્લામાં 50.93% મતદાન થયું હતું.