બિહાર ચૂંટણીઃ JDUએ વધુ 44 ઉમેદવારોના નામ જાહેર, 4 મુસ્લિમ નેતાઓને ફાળવી ટીકીટ
પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)એ 44 ઉમેદવારોના નામ સાથે બીજી યાદી જાહેર કરી છે. આમ ત્યાર સુધીમાં જેડીયુએ 101 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. કેબિનેટ મંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવને સુપૌલથી ટીકીટ ફાળવવામાં આવી છે. આ બીજી યાદીમાં ચાર મુસ્લિમ નેતાઓને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત 9 મહિલાઓને ચૂંટણી મેદાનમાં ઉતારી છે.
જેડીયુએ અમૌરના સબા ઝફર, જોકીહાટમાં મંજર આલમ, અરરિયામાં શગુફ્તા અઝીમ અને ચેનપુરમાં મોહમ્મદ જમા ખાનને ઉમેદવાર જાહેર કર્યાં છે. જેડીયુએ પ્રથમ યાદીમાં એક પણ મુસ્લિમ નેતાઓને ટીકીટ ફાડવી ન હતી. આ પહેલા ગઈકાલે જ જેડીયુએ પ્રથમ યાદી જાહેર કરીને 57 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. આમ જેડીયુએ અત્યાર સુધી 101 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. એનડીએમાં ટીકીટ ફાળવણીની ફોર્મુલામાં જેડીયુને 101 બેઠકો ફાળવવામાં આવી છે. જેડીએએ સિનિયર નેતા ગોપાલ મંડલની ટીકીટ કાપી છે તેમની જગ્યાએ પાર્ટીએ બુલો મંડલને ઉમેદવાર બનાવ્યાં છે. આમ જેડીયુએ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ચાર મુસ્લિમ નેતાઓને ઉમેદવાર બનાવ્યાં છે.
વાલ્મીકીનગરમાં ધીરેન્દ્ર પ્રતાપ સિંહ, સિકટામાં સમૃદ્ધ વર્મા, નરકટિયામાં વિશાલ સાહ, કેસરિયામાં શાલિની મિશ્રા, શિવહરમાં શ્વેતા ગુપ્તા, સુરસંડમાં નાગેન્દ્ર રાઉત, રુન્નીસૈદપુરમાં પંકજ મિશ્રા, હરલાખીમાં સુધાંશુ શેખર, બાબુબરહીમાં મીના કામત, ફુલપરાસમાં શીલા મંડલ, લૌકહામાં સતીશ સાહ, નિર્મલીમાં અનિરૂદ્ધ પ્રસાદ યાદવ, પિપરામાં રામ વિલાસ કામત, સુપૌલમાં વિજેન્દ્ર પ્રસાદ યાદવ, ત્રિવેણીગંજમાં સોનમ રાની સરદાર, રાનીગંજમાં અચમિત ઋષિદેવ, અરરિયામાં શગુફ્તા અઝીમ, જોકીહાટમાં જનાબ મજર આલમ, ઠાકુરગંજમાં ગોપાલ અગ્રવાલ અને અમૌરમાં સબા ઝફરને ટીકીટ ફાળવવામાં આવી છે.