For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બિહાર ચૂંટણીઃ પ્રથમ તબક્કા માટે EVM-VVPATsનું પ્રથમ પરીક્ષણ પૂર્ણ

10:40 AM Oct 14, 2025 IST | revoi editor
બિહાર ચૂંટણીઃ પ્રથમ તબક્કા માટે evm vvpatsનું પ્રથમ પરીક્ષણ પૂર્ણ
Advertisement

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન- વોટર વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેઇલ (EVM-VVPATs)નું પ્રથમ પરીક્ષણ પૂર્ણ થયું છે. ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય અને રાજ્ય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ચકાસણી કરવામાં આવી.

Advertisement

મતદાન સંસ્થાએ ઉમેર્યું કે, મતવિસ્તારવાર યાદીઓ તમામ રાષ્ટ્રીય અને રાજ્ય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું કે, આ EVM અને VVPATs રાષ્ટ્રીય અને રાજ્ય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સંબંધિત વિધાનસભા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહિત કરવામાં આવશે. આ યાદી તમામ ચૂંટણી લડતા ઉમેદવારો સમક્ષ પણ રજૂ કરવામાં આવશે.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 13 ઑક્ટોબરના રોજ સોમવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું આ સાથે જ, 20 જિલ્લાઓમાં 122 મતવિસ્તારો માટે નામાંકન (નોંધણી) પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્ય વિધાનસભાના 243 સભ્યોને ચૂંટવા માટે કુલ 7.82 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તમામ રાજકીય પક્ષો હવે ઉમેદવારોની પસંદગી અને પ્રચારની વ્યૂહરચનાને અંતિમ ઓપ આપી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement