બિહાર ચૂંટણીઃ ભાજપાએ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં
પટણાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. આજે સવારે એનડીએના ઘટકદળ જેડીયુએ ઉમેદવારોના નામની જાહેરાત કર્યાના ગમતરીના કલાકો બાદ જ ભાજપાએ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે. ભાજપાએ બીજી યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. જેમાં લોકગાયીકા મૈથિલી ઠાકુર અને આઈપીએસ અધિકારી આંનંદ મિશ્રાનો પણ સમાવેશ થાય છે. મૈથિલી લાંબા સમયથી ભાજપના નેતાઓના સંપર્કમાં હતી. દરમિયાન ગઈકાલે મંગળવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે તેમને પાર્ટીના સભ્ય બનાવ્યાં હતા. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં ટિકીટ નહીં મળતા આનંદ મિશ્રા જનસુરાજ છોડીને ભાજપામાં જોડાયા હતા. હવે ભાજપાએ તેમને ટીકીટ ફાળવી છે.
ભાજપાએ બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ ગઈકાલે પ્રથમ યાદી જાહેર કરીને 71 ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. ભાજપાની પ્રથમ યાદીમાં 9 મહિલાઓને ટીકીટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ભાજપાએ કેટલાક સિનિયર નેતાઓને પડતા મુકીને નવા ચહેરાઓને ચાન્સ આપ્યો હતો.