For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બિહાર ચૂંટણીઃ બોગસ મતદાનનો પ્રયાસ કરનારા 2 ઝડપાયા, મતદાન કેન્દ્રમાં ઘુસવાનો પ્રયાસ કરનાર 7 પકાડાયા

01:24 PM Nov 06, 2025 IST | revoi editor
બિહાર ચૂંટણીઃ બોગસ મતદાનનો પ્રયાસ કરનારા 2 ઝડપાયા  મતદાન કેન્દ્રમાં ઘુસવાનો પ્રયાસ કરનાર 7 પકાડાયા
Advertisement

પટનાઃ બિહારમાં વિધાનસભાની 121 બેઠકો ઉપર હાલ મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બોગસ મતદાનની ચોંકાવનારી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બોગસ મતદાન મામલે બે વ્યક્તિઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી પંચ દ્વારા ગૌરા બૌરામમાં બોગસ મતદાનને લઈને કાર્યવાહી કરી છે. દરમિયાન બે લોકોની ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. તેમની ઉપર આરોપ છે કે, તેઓ બોગસ મતદાનનો પ્રયાસ કરી રહ્યાં હતા. આ ઉપરાંત મહુઆમાં ઈવીએમનો ફોટો લેનાર મતદારની પણ ધરપકડ કરવામાં આવી છે. બોગસ મતદાનનો પ્રયાસ કરનારા બંને શખ્સો ક્યાં રાજકીય પક્ષ સાથે જોડાયેલા હતા તે જાણી શકાયું નથી. જો કે, આ મામલે વિવાદ થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ધનશ્યાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લગમા ગામમાં બુથ નંબર 171 ઉપર બે યુવાનો બોગસ મતદાનનો પ્રયાસ કરતા હતા. ચૂંટણી અધિકારીઓ દ્વારા બંને સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. બંનેની ઓળખ કેશવ કુમાર અને સૌરભ કુમાર તરીકે થઈ છે.

મતદાન દરમિયાન વૈશાલી જિલ્લાના મહુઆ વિધાનસભામાં મતદાન કેન્દ્રમાં ઘુસીને ઈવીએમનો ફોટો લેવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિને ચૂંટણી અધિકારીઓએ ઝડપી લીધો હતો તેમજ તેને પોલીસના હવાલે કર્યો હતો. જેની હાલ પૂછપરછ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેરકાયદે રીતે મતદાન કેન્દ્રમાં ઘુસવાના આરોપસર પોલીસે સાત લોકોને ઝડપી લીધા હતા.

Advertisement

દરમિયાન મધેપુરા વિધાનસભા વિસ્તારમાં બિહારીગંજના રાજગંજ મધ્ય વિદ્યાલય બુથમાં ઈવીએમ ખરાબ થયું હતું. જેથી મતદાન 10 મિનિટ માટે અટકાવાયું હતું. નવુ મશીન આવ્યા બાદ મતદાન પ્રક્રિયા ફરીથી શરૂ થઈ હતી.

Advertisement
Tags :
Advertisement