બજેટમાં નોકરિયાતો અને મધ્યમ વર્ગને સૌથી મોટી ભેટ, 12 લાખ રુપિયા સુધી કોઈ ટેક્સ નહીં
નવી દિલ્હીઃ કેન્દ્રિય નાણા મંત્રીએ વર્ષ 2025-26ના વર્ષના બજેટમાં નેકરિયો અને મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. માણા મંત્રીએ ટેક્સ સ્લેબમાં મોટી જાહેરાત કરી છે, ટેક્સમાં વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની મર્યાદા. જાહેર કરી છે એટલે કે વાર્ષિક 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ ભરવો નહીં પડે. નાણા મંત્રીની આ જાહેરાતથી કર્મચારીઓમાં ખૂશી જોવા મળી હતી.
નાણા મંત્રીએ મધ્યમવર્ગને મોટી રાહત આપતાં કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સમાં મોટા સુધારાઓ કર્યા છે. હવે કરદાતાઓને 12 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અત્યારસુધી 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલાતો ન હતો. ટીડીએસ અને ટીસીએસ મર્યાદા પણ વધારામાં આવી છે. રૂ. 75000 સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે.
નવી ટેક્સ રિજિમમાં જો તમારી આવક 12 લાખ સુધીની છે. તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તેમાં પણ પગારદારોને રૂ. 75000 પેટે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે, તેથી તેઓ 1275000 સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવા ટેક્સ સ્લેબમાં 12થી 15 લાખ સુધીની આવક પર 15 ટકા ટેક્સ, 15 લાખથી 20 લાખ સુધીની આવક પર 20 ટકા અને 20 લાખથી 25 લાખ સુધીની આવક પર 25 ટકા, 25 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
નવા અને જુના ટેક્સ સ્લેબમાં તફાવત
આવક(રૂ.માં) | જૂનો ટેક્સ સ્લેબ (%માં) | આવક (રૂ.માં) | નવો ટેક્સ સ્લેબ (%માં) |
ત્રણ લાખ સુધી | 0 | 0થી 12 લાખ સુધી | 0 |
ત્રણથી સાત લાખ | 5 | 12થી 16 લાખ | 15 |
સાતથી દસ લાખ | 10 | 16થી 20 લાખ | 25 |
10થી 12 લાખ | 15 | 20થી 24 લાખ | 25 |
12થી 15 લાખ | 20 | 24થી વધુ | 30 |
15 લાખથી વધુ | 30 | - | - |