For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી

11:31 AM Oct 02, 2025 IST | revoi editor
ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી
Advertisement

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. વિજયાદશમીનું આ પર્વ આસુરીશક્તિ પર દૈવીશક્તિનાં વિજયનું ઉમંગપર્વ છે. મનુષ્યમાં રહેલા દુર્ગુણરૂપી આંતરિક શત્રુઓ તથા નકારાત્મક ઊર્જા પર વિજય પ્રાપ્ત કરવાનું પણ આ પર્વ છે તેમ તેમણે વિજયાસશમીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું.

Advertisement

મુખ્યમંત્રીએ શક્તિની ભક્તિના નવરાત્રી ઉત્સવ પછી આવતું આ વિજયાદશમી પર્વ સમાજમાં સદભાવના-સમરસતા, સૌહાર્દ, પરસ્પર પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ, સૌના વિકાસની નેમ પાર પાડનારૂં અને આતતાયી તાકાતોને નષ્ટ કરનારું બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement