ભોજપુરી સ્ટાર પવન સિંહએ બિહાર વિધાનસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો
પટનાઃ ભોજપુરી સિનેમા અને સંગીતના સુપરસ્ટાર પવન સિંહે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ વખતની ચૂંટણીમાં તેઓ કોઈ પણ રીતે ભાગ નહીં લે.
પવન સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર લખ્યું હતું કે, “હું, પવન સિંહ, મારા ભોજપુરી સમાજને જણાવવા ઇચ્છું છું કે મેં બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે પાર્ટીમાં ભાગ લીધો નથી અને હું વિધાનસભા ચૂંટણી લડવાનો પણ નથી. હું પાર્ટીનો સાચો સિપાહી છું અને રહીશ.”
અત્રે ઉલ્લેખનીય છે કે પવન સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તેમની પત્ની જ્યોતિ સિંહે શુક્રવારે રાજકીય વ્યૂહકાર અને જનસુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોર સાથે શેખપુરા સ્થિત તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈને રાજકીય ચર્ચા ગરમાઈ હતી, પરંતુ જ્યોતિ સિંહે તરત જ સ્પષ્ટતા કરી કે આ મુલાકાતનો કોઈ ચૂંટણીલક્ષી હેતુ નથી.