હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ભાવનગરના વલ્લભીપુર નગરપાલિકા કર્મચારીઓને 3 મહિનાથી પગાર મળ્યો નથી

05:16 PM Oct 17, 2025 IST | Vinayak Barot
Advertisement

ભાવનગરઃ જિલ્લાના વલભીપુર નગરપાલિકામાં ફરજ બજાવતા વહીવટી અને સફાઇ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહીં મળતા દિવાળીના તહેવારો ટાણે જ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નગરપાલિકાના કર્મચારીઓ પગારની માંગણી સાથે વલભીપુર મામલતદારને આવેદન પત્ર પાઠવીને રોષ વ્યકત કર્યો છે. અને દિવાળી પહેલા ત્વરિત પગાર કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

Advertisement

વલભીપુર નગરપાલિકા છેલ્લા ગણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. નગરપાલિકાની સ્થાપના કેવા મૂર્હુતમાં થઇ છે કે, નગરપાલિકાનું સુશાસન કહી શકાય તેવો સમય આવ્યો જ નહી એક યા બીજા પ્રશ્નોની સળગતી સમસ્યા કાયમી હોય જ છે તે પછી સત્તાધીશોની હુસાતુસી હોય, સફાઇ કામદારના પ્રશ્નો હોય કે પછી કર્મચારીઓના પ્રશ્નો બાબત હોય કે પછી કાયમી ચીફ ઓફિસરનો પ્રશ્ન હોય પાલિકાને એક યા બીજી સમસ્યા ઉભેલી હોય જ છે. ત્યારે વહીવટી અને સફાઇ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહીં મળતા દિવાળીના તહેવારો ટાણે જ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે  જો કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવે તો શહેરમાં પાલિકા દ્વારા અપાતી સેવાઓ જેવી કે પાણી, સફાઇ, ડ્રેનેજ સહિતની સેવાઓ ઉપર અસર પડી શકે છે.

આ અંગે નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે, પાલિકાના કર્મચારીઓને સમયસર પગાર નહીં થતા તેઓ હાલ હડતાળ ઉપર જતા હોવાની તેમજ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હોવાની માહિતી મને મળતા મે તમામ કર્મચારીઓને રૂબરૂ મળીને પગાર ચુકવી દેવાની ખાત્રી આપી છે અને હાલ હડતાળ ઉપર નહીં ઉતરે તેવી મને કર્મચારીઓએ ખાત્રી આપી છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratiemployees deprived of salaryGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharVallabhipur Municipalityviral news
Advertisement
Next Article