પુષ્પા અને કલ્કીની સફળતા વચ્ચે સાઉથની આ દસ ફિલ્મો 2024માં રહી ફ્લોપ
વર્ષ 2024માં ઘણી ફિલ્મો રિલીઝ થઈ હતી. 'કલ્કી 2898 એડી'થી લઈને 'પુષ્પા 2: ધ રૂલ' જેવી સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી હતી. પરંતુ દક્ષિણની કેટલીક ફિલ્મોએ થિયેટરોમાં ખુબ ખરાબ પ્રદર્શન કર્યું હતું. દર્શકો ઘણા સમયથી જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ 'દેવરા-પાર્ટ 1'ની રાહ જોઈ રહ્યા હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ભારતમાં માત્ર 292.03 કરોડની કમાણી કરી શકી હતી.
સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ 'ઈન્ડિયન 2'ની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. પરંતુ 250 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ ભારતમાં માત્ર 81.32 કરોડની કમાણી કરી શકી હતી. આવી જ રીતે રજનીકાંતની 'વેટ્ટાઇયાં' પણ બોક્સ ઓફિસ પર મોટી ફ્લોપ રહી હતી. ફિલ્મનું બજેટ 160 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર માત્ર 146.81 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
સુરૈયા અને બોબી દેઓલની 'કંગુવા' એ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક હતી. જોકે, 350 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મ માત્ર 70.02 કરોડ રૂપિયાની કમાણી કરી શકી અને તે સુપર ફ્લોપ સાબિત થઈ હતી. આવી જ રીતે રવિ તેજાની 'ઈગલ'નું બજેટ પણ 35 કરોડ રૂપિયાનું હતું. ફિલ્મનું કુલ કલેક્શન માત્ર 24.57 કરોડ રૂપિયા હતું અને તે ફ્લોપ સાબિત થઈ હતી.
ચિયાં વિક્રમની 'થંગલન'નો ઘણો ક્રેઝ હતો. ફિલ્મનું બજેટ 135 કરોડ રૂપિયા હતું અને તે બોક્સ ઓફિસ પર માત્ર 45 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી. સાઉથના અન્ય સુપર સ્ટાર મોહનલાલની ફિલ્મ 'મલાઈકોટ્ટાઈ વાલિબન' પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી. 65 કરોડમાં બનેલી આ ફિલ્મે માત્ર 13.97 કરોડની કમાણી કરી હતી.