ઈન્ટરનેશનલ કોલથી રહો સાવચેત, થઈ શકે છે છેતરપિંડી
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT)એ લોકોને અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કોલ્સ પ્રાપ્ત કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપી છે. 91 સિવાયના નંબરો પરથી આવતા કોલ્સ કપટ પૂર્ણ હોઈ શકે છે.
'ઈન્ટરનેશનલ ઈનકમિંગ સ્પૂફ્ડ કોલ્સ પ્રિવેન્શન સિસ્ટમ' લોન્ચ કરવામાં આવી છે. કોમ્યુનિકેશન મિનિસ્ટ્રી કહે છે કે છેતરપિંડી કરનારાઓ હવે આંતરરાષ્ટ્રીય નંબરનો ઉપયોગ કરી રહ્યા છે. આનો સામનો કરવા માટે, 'ઈન્ટરનેશનલ ઈનકમિંગ સ્પૂફ્ડ કૉલ્સ પ્રિવેન્શન સિસ્ટમ' 22 ઓક્ટોબરે શરૂ કરવામાં આવી છે. લગભગ 1.35 કરોડ અથવા ભારતીય ફોન નંબરો પરથી કરવામાં આવેલા 90 ટકા આંતરરાષ્ટ્રીય કોલ્સ 24 કલાકની અંદર ઓળખી કાઢવામાં આવ્યા હતા અને બ્લોક કરવામાં આવ્યા હતા.
મંત્રાલયે જણાવ્યું હતું કે છેતરપિંડી સામે રચાયેલ ટાસ્ક ફોર્સે ભલામણ કરી હતી કે ટેલિકોમ પ્રદાતાઓએ દેશની બહારથી આવતા કોલ્સને "આંતરરાષ્ટ્રીય કોલ્સ" તરીકે દર્શાવવા જોઈએ. એરટેલે આ કરવાનું શરૂ કરી દીધું છે. અન્ય સેવા પ્રદાતાઓ પણ આને અમલમાં મૂકવાની તકનીકી સંભવિતતાની તપાસ કરી રહ્યા છે.