For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

BCCIના પ્રમુખ રોજર બિન્ની 19મી જુલાઈએ નિવૃત થશે, રાજીવ શુક્લાને સોંપાશે મોટી જવાબદારી

03:34 PM Jun 02, 2025 IST | revoi editor
bcciના પ્રમુખ રોજર બિન્ની 19મી જુલાઈએ નિવૃત થશે  રાજીવ શુક્લાને સોંપાશે મોટી જવાબદારી
Advertisement

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપપ્રમુખ રાજીવ શુક્લા જુલાઈમાં બોર્ડના કાર્યકારી પ્રમુખ બની શકે છે. હકીકતમાં, વર્તમાન BCCI પ્રમુખ રોજર બિન્ની 19 જુલાઈએ 70 વર્ષના થશે. નિયમો મુજબ, BCCI પ્રમુખની ઉંમર 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 65 વર્ષીય શુક્લા ત્રણ મહિના માટે કાર્યકારી પ્રમુખની ભૂમિકા મેળવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજીવ શુક્લા સપ્ટેમ્બરમાં વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન બોર્ડના પૂર્ણ-સમયના પ્રમુખ પદ માટે ચૂંટણી લડી શકે છે.

Advertisement

રોજર બિન્ની ઓક્ટોબર 2022 માં BCCI ના 36મા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની જગ્યા લીધી હતી. ગાંગુલીએ તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તે સમયે બિન્ની ટોચના પદ માટે નોમિનેશન દાખલ કરનાર એકમાત્ર ઉમેદવાર હતા.

બિન્ની BCCI પ્રમુખ બન્યા પછી, ભારતે બે મર્યાદિત ઓવર ફોર્મેટ ICC ટુર્નામેન્ટ જીતી હતી. ભારતે ICC T20 વર્લ્ડ કપ 2024 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી હતી. બિન્નીના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન ઐતિહાસિક મહિલા પ્રીમિયર લીગ (WPL) પણ શરૂ થઈ હતી. પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન ઘરેલુ ક્રિકેટને વધુ સારું પ્રોત્સાહન મળ્યું હતું. ખેલાડીઓના પગારમાં વધારો થયો અને ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને ઘરેલુ ટુર્નામેન્ટમાં રમવા માટે યોગ્ય અને કડક પગલાં લેવામાં આવ્યા હતા.

Advertisement

1983 ના વર્લ્ડ કપ વિજેતા ટીમના મુખ્ય ખેલાડી ઓલરાઉન્ડર બિન્નીએ 27 ટેસ્ટ મેચ અને 72 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે ટેસ્ટ મેચમાં 47 વિકેટ લીધી અને પાંચ અડધી સદીની મદદથી 830 રન બનાવ્યા હતા. તેમજ 72 વનડેમાં તેમણે 77 વિકેટ લીધી અને એક અડધી સદીની મદદથી 629 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ ODI વર્લ્ડ કપ (1983) જીતવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હતું. તેઓ 1983 ના વર્લ્ડ કપમાં 18 વિકેટ સાથે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા. બિન્નીએ અગાઉ BCCI પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી છે.

Advertisement
Tags :
Advertisement