For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવા બાર કાઉન્સિલનું ફરમાન

06:15 PM Sep 24, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવા બાર કાઉન્સિલનું ફરમાન
Advertisement
  • જુનિયર વકીલોએ સિનિયર એડવોકેટના લેટરપેડ પર સર્ટિફિકેટ લખાવી રજૂ કરવું,
  • આધાર પુરવા ન હોય એવા વકીલોએ 50ના સ્ટેમ્પ પર એફિડેવિટ રજુ કરવી પડશે,
  • પ્રેક્ટીસ વેરિફિકેશન ફોર્મ ફી સાથે ભર્યું હોય તેને ફરીથી ફી નહિ ભરવી પડે,

અમદાવાદઃ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત બાર કાઉન્સિલ સહિત દેશની તમામ બાર કાઉન્સિલોને ફેબ્રુઆરી-2022 સુધીના વકીલોને સંબંધિત દસ્તાવેજો સાથે પ્રેકટીસ વેરફિકેશન ફોર્મ ભરાવી દેવા નિર્દેશો જારી કર્યા છે અને 30 દિવસની મહેતલ આપી છે. પણ વાસ્તવિકતા એ છે કે, ગુજરાતના 53 હજારથી વધુ વકીલોએ હજુ વેરીફિકેશન ફોર્મ ભર્યા જ નથી.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સર્ટિફિકેટ એન્ડ પ્લેસ ઓફ પ્રેક્ટીસ (વેરિફિકેશન) રૂલ્સ-2015 હેઠળ નિયત કરેલા પ્રેક્ટીસ વેરિફિકેશન ફોર્મ ભરવા માટે વકીલોને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરમાં અસાધારણ સભા મળી હતી. આ બેઠકમાં વકીલો ફોર્મ સરળતાથી, સુગમતા અને સગવડતાથી ભરી શકે તે માટે ફોર્મ સંદર્ભે તેમાં આપવામાં આવેલી સૂચનાઓને વિસ્તારથી દર્શાવીને પરિપત્ર તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં જુનિયર ધારાશાસ્ત્રીઓ કે, જેઓ કોઇ એડવોકેટ ફર્મ કે કોઇ લો ફર્મ અથવા તો સિનિયર એડવોકેટ સાથે જોઇન્ટમાં વકીલાત કરતા હોય તેમણે સિનિયર વકીલના વકીલાતનામામાં જોઇન્ટમાં સહી કરી હોય તો તેવું વકીલાતનામું અથવા તો આવી લો ફર્મ કે તેમના સિનિયર એડવોકેટનું લેટરપેડ ઉપર સર્ટિફિકેટ લખાવીને રજૂ કરવાનું રહેશે. અન્યથા ઉપર મુજબના કોઇપણ આધાર-પુરાવા ન હોય તેવા કિસ્સામાં ધારાશાસ્ત્રીએ પોતે જે પ્રમાણેની પ્રેક્ટીસ ધરાવતાં હોય તે સંદર્ભેનું તમામ વિગતો સાથેનું સોંગદનામું નોટરી સમક્ષ 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તૈયાર કરીને રજૂ કરી આપવાનું રહેશે.

સમગ્ર ગુજરાતના વકીલોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલની અધ્યક્ષતામાં મળેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જનરલ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં તમામ ધારાશાસ્ત્રીઓ કે જેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સ્ટેટરોલ ઉપર 28-2-2022 પહેલાં નોંધાયેલાં છે, તેવા દરેક ધારાશાસ્ત્રીઓએ પ્રેક્ટીસ વેરિફિકેશનના ફોર્મ ભરવાના થાય છે અને ફોર્મ સાથે કોઇપણ પ્રકારની ફી ભરવાની નથી. જ્યારે જુલાઇ- 2010 પહેલાં નોંધાયેલા ધારાશાસ્ત્રીઓ કે જેમણે અગાઉ પ્રેક્ટીસ વેરિફિકેશન ફોર્મ નિયત ફી સાથે ભરેલ છે, તેમણે ફરીથી આ ફોર્મ ભરવાનું રહેશે નહીં.

Advertisement

વકીલાતનામા- કોઝ લીસ્ટ-ઇ-સ્ટેટસની નકલ, 2) રેવન્યુ પ્રેક્ટીસ કરનારા ધારાશાસ્ત્રીઓએ તેમણે તૈયાર કર્યો હોય તેવા ટાઇટલ-દસ્તાવેજની નકલ, 3) નોટરી ધારાશાસ્ત્રીઓ માટે - નોટરી લાયસન્સની કોપી અને 4) ઇન્કમટેક્ષ, સેલ્સ ટેક્ષ, જીએસટીની પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓ માટે તે સંદર્ભમાં આપે જે કેસમાં કામ કર્યું હોય તેને લગતા દસ્તાવેજો અથવા જુનિયર ધારાશાસ્ત્રીઓ કે જેઓ કોઇ એડવોકેટ ફર્મ કે કોઇ લો ફર્મ અથવા તો સિનિયર એડવોકેટ સાથે જોઇન્ટમાં વકીલાત કરતાં હોય તેમણે સિનિયર વકીલના વકીલાતનામા જોઇન્ટમાં સહી કરી હોય તો તેવું વકીલાતનામું અથવા તો આવી લો ફર્મ કે તેમના સિનિયર એડવોકેટનું લેટરપેડ ઉપર સર્ટિફિકેટ લખાવીને રજૂ કરવાનું રહેશે.

Advertisement
Tags :
Advertisement