For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બાંગ્લાદેશઃ શેખ હસીનાના સમર્થકો સામે યુનિસ સરકારનું દમનચક્ર, શરૂ કરાયું અભિયાન

03:19 PM Feb 10, 2025 IST | revoi editor
બાંગ્લાદેશઃ શેખ હસીનાના સમર્થકો સામે યુનિસ સરકારનું દમનચક્ર  શરૂ કરાયું અભિયાન
Advertisement

બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે શેખ હસીનાના સમર્થકો સામે દમનનું ચક્ર શરૂ કર્યું છે. બાંગ્લાદેશ સુરક્ષા એજન્સીઓએ વચગાળાની સરકારના આદેશ બાદ 'ઓપરેશન ડેવિલ હન્ટ' નામનું ઓપરેશન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ અને કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવાર (8 ફેબ્રુઆરી) મધ્યરાત્રિએ શરૂ થયેલા આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 1308 લોકોની અટકાયત કરવામાં આવી છે. વચગાળાની સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઝુંબેશ સમગ્ર દેશમાં ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી છેલ્લો ફાશીવાદી સમર્થક પકડાય નહીં.

Advertisement

શનિવારે ઢાકાની બહારના વિસ્તારમાં એક અવામી લીગ નેતાના નિવાસસ્થાને તોડફોડ કરતી વખતે વિરોધ કરી રહેલા કેટલાક વિદ્યાર્થી ઘાયલ થયા બાદ મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે સમગ્ર દેશમાં ઓપરેશન ડેવિલ હન્ટ લાદ્યું હતું. ઢાકા ટ્રિબ્યુને એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (મીડિયા) એનામુલ હક સાગરને ટાંકીને જણાવ્યું હતું કે ઓપરેશન ડેવિલ હન્ટ હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 1,308 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.

બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીના કાર્યકરો અને સમર્થકો વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન, ઓપરેશન ડેવિલ હન્ટ વિશે વાત કરતા, ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ જણાવ્યું હતું કે આ અભિયાનનો ઉદ્દેશ્ય એવા લોકોને અટકાયતમાં લેવાનો છે જેઓ દેશમાં સ્થિરતા માટે ખતરો છે. તેમણે કહ્યું કે આ અભિયાન દેશમાં ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી દરેક શેતાનની ધરપકડ ન થાય.

Advertisement

પોલીસ મહાનિરીક્ષક બહરુલ આલમે કહ્યું છે કે શનિવારે (8 ફેબ્રુઆરી) શરૂ કરાયેલ ઓપરેશન ડેવિલ હન્ટ, દેશમાં પહેલાથી ચાલી રહેલા સંયુક્ત ઓપરેશનોથી સંપૂર્ણપણે અલગ છે. તેમણે કહ્યું, “આ કામગીરી કેન્દ્રિય રીતે ગોઠવવામાં આવશે અને કંટ્રોલ રૂમથી સંચાલિત કરવામાં આવશે. આ કાર્યવાહીમાં ફક્ત બાંગ્લાદેશી પોલીસ જ નહીં પરંતુ ત્રણેય સશસ્ત્ર દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સામેલ છે.

(PHOTO-FILE)

Advertisement
Tags :
Advertisement