For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બાંગ્લાદેશઃ ઇસ્કોન ધર્મગુરુ ચિન્મય પ્રભુને કોર્ટમાંથી ન મળી રાહત

12:21 PM Nov 27, 2024 IST | revoi editor
બાંગ્લાદેશઃ ઇસ્કોન ધર્મગુરુ ચિન્મય પ્રભુને કોર્ટમાંથી ન મળી રાહત
Advertisement

ઢાકાઃ દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય પ્રભુની જામીન અરજી બાંગ્લાદેશની કોર્ટ ફગાવી દીધી છે. બાંગ્લાદેશ પોલીસે ચિન્મય દાસના રિમાન્ડ માંગ્યા નથી. તેથી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે તેઓને જેલમાં તમામ ધાર્મિક લાભો આપવામાં આવે.

Advertisement

મહત્વનું છે કે ચિન્મય પ્રભુની 25 નવેમ્બરે બપોરે ઢાકાના હઝરત શાહજલાલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બાંગ્લાદેશની વચગાળાની યુનુસ સરકારના કાર્યકાળ દરમિયાન હિંદુઓ વિરુદ્ધ હિંસા અંગે ચિન્મય પ્રભુ સતત આ મુદ્દો ઉઠાવતા હતા. આ દરમિયાન 25 ઓક્ટોબરે, હિંદુ જૂથ ‘સનાતન જાગરણ મંચ’ દ્વારા રાજધાની ઢાકાના ન્યૂ માર્કેટમાં ભારે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કેટલાક યુવાનોએ બાંગ્લાદેશી ધ્વજ ઉપર ભગવો ઝંડો લગાવ્યો હતો. બાંગ્લાદેશ પોલીસે રેલીમાં આ ઘટનાને ચિન્મય પ્રભુની ધરપકડનું કારણ બનાવ્યુ છે.. બાંગ્લાદેશ પોલીસનું કહેવું છે કે આ રીતે દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement