For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બાંગ્લાદેશ સરકારે લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએઃ વિદેશ મંત્રાલય

03:14 PM Nov 27, 2024 IST | revoi editor
બાંગ્લાદેશ સરકારે લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએઃ વિદેશ મંત્રાલય
Advertisement

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રવક્તા અને ચટગાંવમાં પુંડરીક ધામના વડા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ અને ત્યારબાદ જામીન નકારવા પર ચિંતા વ્યક્ત કરી હતી. દાસને ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચે સોમવારે સાંજે 4:30 વાગ્યે હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટનાઓના અપરાધીઓ હજુ મુક્ત રીતે ફરે છે, જ્યારે શાંતિપૂર્ણ મેળાવડા દ્વારા કાયદેસરની માંગણીઓ રજૂ કરનાર ધાર્મિક નેતા સામે આરોપો લગાવવામાં આવી રહ્યાં છે.

Advertisement

31 ઓક્ટોબરનાં રોજ નોંધાયેલા કેસના સંબંધમાં કડક સુરક્ષા વચ્ચે મંગળવારે દાસને ચટગાંવના છઠ્ઠા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કાઝી શરીફુલ ઈસ્લામ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, સ્થાનિક મીડિયાનાં અહેવાલ આપ્યો હતો. તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. અગાઉ, દાસને ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચે ચટગાંવ મેટ્રોપોલિટન પોલીસને સોંપવામાં આવ્યો હતો.

ભારત સરકારે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું, 'બાંગ્લાદેશ સમિત સનાતન જાગરણ જોટ'ના પ્રવક્તા એવા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને જામીન નકારવા પર અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ. આ ઘટનાઓના અપરાધીઓ હજી પણ મુક્ત રીતે ફરે છે અને ત્યાં શાંતિપૂર્ણ મેળાવડા દ્વારા કાયદેસરની માંગણીઓ રજૂ કરનાર ધાર્મિક નેતા સામે આરોપો લગાવવામાં આવી રહ્યાં છે. અમે દાસની ધરપકડ સામે શાંતિપૂર્વક વિરોધ કરી રહેલા લઘુમતીઓ પરના હુમલાઓ પર પણ ચિંતા વ્યક્ત કરીએ છીએ.

Advertisement

મંત્રાલયે કહ્યું, "અમે બાંગ્લાદેશના સત્તાવાળાઓને અપીલ કરીએ છીએ કે હિંદુઓ અને તમામ લઘુમતીઓની સલામતી સુનિશ્ચિત કરે, જેમાં શાંતિપૂર્ણ સભા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર પણ સામેલ છે." ઉલ્લેખનીય છે કે, દાસની ધરપકડ એવા સમયે કરવામાં આવી છે જ્યારે મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર બાંગ્લાદેશના હિન્દુ સમુદાય પર અત્યાચારના અનેક આરોપોનો સામનો કરી રહી છે.

Advertisement
Advertisement