બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો કાનપુરમાં હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ
• બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર મામલે નોંધાવ્યો વિરોધ
• પોલીસ દ્વારા દેખાવકારોની અટકાયત કરાઈ
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓ ઉપર કરવામાં આવી રહેલા અત્યાચારનો મામલે ભારતીય હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. દરમિયાન કાનપુરમાં હાલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેને લઈને કાનપુર ક્રિકેટ સ્ટેડિયમની બહાર હિન્દુ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો વિરોધ કર્યો હતો. આ બનાવને પગલે પોલીસ તંત્ર દ્વારા સ્ટેડિયમની આસપાસ પોલીસ બંદોબસ્ત વધારે ચુસ્ત કરી દેવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલ ભારતના પ્રવાસે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશનો પરાજય થયો હતો. જ્યારે બીજી મેચ આજથી કાનપુરમાં રમાઈ રહી છે. દરમિયાન મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ક્રિકેટ સ્ટેડિયમ બહાર ઉમટી પડ્યાં હતા. બાંગ્લાદેશ ક્રિકેટ ચીમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. એટલું જ નહીં બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસ દ્વારા આ વિરોધ કરનારા લોકોને રોકવામાં આવી રહ્યા છે. સાથે જ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.