બાંગ્લાદેશઃ ચિન્મય દાસની મુશ્કેલી વધી, જામીન અરજી ફગાવાઈ
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમના લોકો ઉપર હુમલાની ઘટનાઓ હજુ શાંત થઈ નથી. દરમિયાન ચટગામની એક અદાલતે પૂર્વ ઈસ્કોન નેતા ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. મેટ્રોપોલિટન પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટએ જણાવ્યું હતું કે, બંને પક્ષોની દલીલોના અંતે ચટગાવ મેટ્રોપોલિટન સેશન્સ જજ મોહમ્મદ સૈફુલ ઈસ્લામએ જામીન અરજી ફગાવી દીધી હતી.
અધિવક્તા અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યના નેતૃત્વમાં કાનૂની ટીમ રાજદ્રોહના કેસમાં ચન્મય દાસનો બચાવ કરશે. આ પહેલા 3 ડિસેમબર 2024ના રોજ ચાટગાંવ અદાલતએ જામીન અરજીની સુનાવણી તા. 2 ફેબ્રુઆરી સુધી મુલત્વી રાખી હતી. તે વખતે ચિન્મય દાસ તરફથી કોઈ વકીલ હાજર રહી શક્યા ન હતા.
બાંગ્લાદેશમાં અશાંતિની શરૂઆત ચિન્મય કૃષ્ણ દાસની સામે રાજદ્રોહના આરોપ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. 25 ઓક્ટોબરના રોજ ચટગાંવ ખાતે બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજથી ઉપર ભગવો ઝંડો ફરકાવવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ચિન્મય દાસની ધરપકડ બાદ લઘુમતીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. સંગઠનના ઉપાધ્યક્ષ રાધા રમનએ દાવો કર્યો હતો કે, કટ્ટરપંથીઓએ અશાંતિ દરમિયાન બાંગ્લાદેશમાં ઈસ્કોન કેન્દ્રમાં તોડફોડ કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે પણ બાંગ્લાદેશમાં વધતી હિંસી તથા કટ્ટરપંથીઓના નિવેદન મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ લઘુમતીઓ ઉપર થતા હુમલાની સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આવા હુમલા અટકાવવા માટે અપીલ કરી હતી.