બાંગ્લાદેશે તુર્કી પાસેથી કિલર ડ્રોન ખરીદ્યા, ભારતીય સરહદની નજીક લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાની કવાયત
- ભારત સામે બાંગ્લાદેશે વધુ એક મોરચો ખોલવાનો પ્રયાસ
- બાંગ્લાદેશે તુર્કિયે પાસેથી 10 બાયરાક્તર ટીબી-2 કિલર ડ્રોન ખરીદ્યા
નવી દિલ્હીઃ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર વધી રહ્યાં છે. દરમિયાન બાંગ્લાદેશ સરકારે ભારત સામે નવો મોરચો ખોલ્યો છે. બાંગ્લાદેશ ભારતીય સરહદ નજીક સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. ઉત્તર બંગાળમાં ચિકન નેકની નજીક બે સ્થળોએ એરસ્ટ્રીપ્સ ફરીથી બનાવવામાં આવી રહી છે. બંને બાજુની પટ્ટી બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બનાવવામાં આવી હતી, જ્યારે આ સ્થાન ભારતમાં હતું. ઠાકુર ગામ અને લાલ મણિર હાટ એમ બે સ્થળોએ માળખાગત વિકાસનું કામ શરૂ થયું છે. દરમિયાન, બાંગ્લાદેશે તુર્કિયે પાસેથી 10 બાયરાક્તર ટીબી-2 કિલર ડ્રોન ખરીદ્યા છે. ચિત્તાગોંગમાં 6 ડ્રોન પહોંચાડવામાં આવ્યા છે અને બાકીના 4 હજુ સુધી પહોંચાડવાના બાકી છે.
ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ જે રીતે બાંગ્લાદેશમાં આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને પાકિસ્તાન બાંગ્લાદેશના મુદ્દે ભારત વિરોધી કટ્ટરપંથીઓની સાથે ઉભું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને ડર છે કે બાંગ્લાદેશથી કોઈ વ્યૂહાત્મક ખતરો નથી, પરંતુ જો ત્યાં આવી અરાજકતા ચાલુ રહેશે અને સત્તા જમાતના હાથમાં રહેશે તો બાંગ્લાદેશ ફરીથી આતંકવાદનું કેન્દ્ર બની શકે છે. ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટ મુજબ પાકિસ્તાન અને તેના આશ્રય હેઠળ ચાલતા આતંકવાદી સંગઠનો બાંગ્લાદેશની ખરાબ સ્થિતિનો ફાયદો ઉઠાવીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાનો પ્રયાસ કરી રહ્યા છે.