બાંગ્લાદેશઃ લઘુમતીઓ સાથે સંબંધિત ઘટનાઓમાં કુલ 88 કેસ દાખલ કરવામાં આવ્યા
01:04 PM Dec 12, 2024 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં આ વર્ષે 5 ઓગસ્ટથી 22 ઓક્ટોબર સુધીમાં લઘુમતીઓ સાથે સંબંધિત ઘટનાઓમાં કુલ 88 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને આ સંબંધમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે, એમ મુખ્ય સલાહકારના પ્રેસ સચિવ શફીકુલ આલમે જણાવ્યું હતું.
Advertisement
સુનામગંજ, નરસિંગદી, ચટ્ટોગ્રામ અને ઢાકામાં લઘુમતીઓ પર થયેલા તાજેતરના હુમલાઓનો ઉલ્લેખ કરીને, તેમણે કહ્યું કે કે આ સ્થળોએ કેટલીક નવી ઘટનાઓ બનવાથી ધરપકડ અને કેસોની સંખ્યા વધશે. તેમણે જણાવ્યું કે, “બાંગ્લાદેશમાં આવી હિંસા અને ઘૃણાસ્પદ કૃત્યો કરનારા તમામ સામે કાયદા મુજબ પગલાં લેવાશે”, તેમણે કહ્યું કે, રાજકીય ઓળખના આધારે કોઈની ધરપકડ કરવામાં આવતી નથી. જે કોઈ શંકાસ્પદ અથવા આરોપી છે તેનાં પર કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે..”
Advertisement
Advertisement