હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

બનાસકાંઠા જિલ્લો રેશનકાર્ડ ઈ-કેવાયસીમાં રાજ્યમાં પ્રથમ નંબરે

06:04 PM Dec 13, 2024 IST | revoi editor
Advertisement

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રેશનકાર્ડ આ-કેવાયસીમાં કામગીરીમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે. જિલ્લામાં છેલ્લા બે  મહિનાથી e-KYC કરવામાં આવી રહ્યું છે. જેના લીધે અત્યાર સુધી 20.07 લાખ e-KYC પૂર્ણ કરીને રાજ્યમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે. જિલ્લામાં હજુપણ જે અરજદારો બાકી રહી ગયા છે. તેમના રેશનકાર્ડની ઈ-કેવાયસી કરવાની કામગીરી ચાલુ છે. ગામડાંના ઈ-ગ્રામ કેન્દ્રો પર લાઈનો જોવા મળી રહી છે.

Advertisement

બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીના કહેવા મુજબ "જિલ્લામાં યુદ્ધના ધોરણે ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. 12 ડિસેમ્બર સુધીમાં 10 લાખથી વધુ રજીસ્ટ્રેશન વી.સી.ઈ કક્ષાએ, 1.49 લાખથી વધુ રજીસ્ટ્રેશન પી.ડી.એસ મારફત,  જ્યારે 7.64 લાખથી વધુ ઈ કેવાયસી રજીસ્ટ્રેશન માય રેશન એપ્લિકેશન મારફત મળીને કુલ 20,07,727 e-KYC પૂર્ણ કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં કર્મચારીઓની કામગીરી પણ સરાહનીય રહી છે.

જિલ્લામાં રેશનકાર્ડ ધારક જુદી જુદી રીતે e-KYC કરાવી શકે છે. ઘરે બેઠાં “My Ration” Mobile Application થી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે. ગ્રામ્ય સ્તરે ઇ-ગ્રામ કેન્દ્રમાં V.C.E. મારફત, તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરીમાં રૂબરૂ જઇને, સરકાર માન્ય વાજબી ભાવની દુકાને રૂબરૂ જઇને e-KYC કરાવી શકાય છે. e-KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઇલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો આપવાની રહે છે.

Advertisement

 

Advertisement
Tags :
Aajna SamacharBanaskanthaBreaking News GujaratiE KYCGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsration cardSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article