બનાસબેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનનું રિવોઈના સંસ્થાપક અમૃતભાઈ આલએ કર્યું બહુમાન
ગાંધીનગરઃ એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેનપદે ડાહ્યાભાઈ પીલિયાતર અને વાઈસ ચેરમેનપદે કેશુભા પરમાર તાજેતરમાં જ બિન હરિફ ચંટાયા હતા. દરમિયાન સમાજના અગ્રણી અને શ્રષ્ઠી તેમજ જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવાઈ (રિઅલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના સંસ્થાપક અમૃતભાઈ આલએ બન્ને મહાનુભાવોની શુભેચ્છા મુલાકાત લીધી હતી, તેમજ બુકે આપીને તેમને સન્માન કરીને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે બાબુભાઈ ચૌધરી, રમેશભાઈ જોષી, નરેશભાઈ પુરોહિત, રંગુજી ઠાકોર વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાની જ નહીં પણ એશિયાની સૌથી મોટી ગણાતી સહકારી બેન્ક એવી બનાસ બેન્કના ચેરમેન તરીકે ડાયાભાઈ પીલિયાતરની તેમજ વાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમારની બિનહરિફ વરણી થતાં જિલ્લાના સહકારી ક્ષેત્રમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી. બનાસ બેન્કના ચેરમેન અને વાઈસ ચેરમેનું પદ મહત્વનું અને પ્રતિષ્ઠાભર્યુ ગણાય છે, અને અનેક સહકારી અગ્રણીઓએ આ પદ મેળવવા પ્રયાસો કર્યા હતા. ભાજપે મેન્ડેટ આપી ચેરમેન, વાઈસ ચેરમેનની વરણી કરતા બનાસ બેંકના ચેરમેનપદે ડાહ્યાભાઈ પીલિયાતર અને વાઈસ ચેરમેનપદે કેશુભા પરમાર બિન હરિફ ચૂંટાયા હતા.
જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકમાં ડાયાભાઈ પીલિયાતરની બિનહરીફ ચેરમેન તરીકે વરણી થતા તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી, અને ભાજપ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર માની ખેડૂતોના હિતમાં કામ કરવાની ખાતરી આપી હતી. વાવની યોજાયેલી પેટા ચૂંટણી બાદ જિલ્લામાં રાજકીય આગેવાનોની નજર બનાસ બેંકની આ ચૂંટણી ઉપર હતી. ત્યારે આ ચૂંટણીમાં બનાસ બેંકના ડિરેક્ટર અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ બનાસ બેંકના તમામ ડિરેક્ટર્સ હાજર રહીને બનાસ બેન્કના નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનને શભેચ્છા આપી હતી.