બનાસ ડેરી જળ સંચય અને ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે પ્રતિષ્ઠિત 'નેશનલ વોટર એવોર્ડ' થી સન્માનિત
04:38 PM Nov 18, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હી, 18 નવેમ્બર, 2025ઃ banas dairy honoured with prestigious national award આજે દિલ્હી ખાતે આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે બનાસ ડેરીને જળ સંચય અને ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે પ્રતિષ્ઠિત 'નેશનલ વોટર એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યું. આ પુરસ્કાર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સ્વીકાર્યો હતો. શ્રી ચૌધરીએ આ એવોર્ડ લાખો પશુપાલકોને સમર્પિત છે તેમ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જણાવ્યું છે.
શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આ એવોર્ડ આપણાં પશુપાલકો, ડેરીના કર્મયોગીના અવિરત પરિશ્રમ, જળ સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને તેમના યોગદાનનું સાચું સન્માન છે, ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
નવી દિલ્હીમાં યોજાયેલા આ અંગેના સમારંભમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement