For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દેશભરમાં ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ : 1 ઓક્ટોબરથી નવો કાયદો અમલમાં

04:39 PM Sep 19, 2025 IST | revoi editor
દેશભરમાં ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ   1 ઓક્ટોબરથી નવો કાયદો અમલમાં
Advertisement

નવી દિલ્હી : હવે સરકારે ઓનલાઈન મની ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ઈન્ટરનેટ પર રમાતી અને સટ્ટા જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી આ રમતો સામે 1 ઓક્ટોબર, 2025થી કડક કાયદો અમલમાં આવશે. આ કાયદો ફક્ત જુગાર આધારિત ગેમ્સ જ નહીં, પરંતુ તે સંબંધિત પ્રચાર અને નાણાંના વ્યવહારો પર પણ લાગુ થશે.

Advertisement

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ સાથે ચર્ચા કરી રહી હતી. હવે સંસદે કાયદો પસાર કરી દીધો છે અને તેના નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અમે બેન્કો અને કંપનીઓને પૂરતો સમય આપ્યો છે. હવે 1 ઓક્ટોબરથી તેનો અમલ કરવામાં આવશે.”

સરકાર મુજબ, ઓનલાઈન જુગાર અને સટ્ટા આધારિત કોઈપણ ગેમ કડક કાયદાની જદમાં આવશે. જો કોઈ વ્યક્તિ કે કંપની આ રમતોનું પ્રચાર કરશે તો તેને 2 વર્ષ સુધીની જેલ તથા રૂ. 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે બેન્કો અથવા ઓનલાઈન પેમેન્ટ એપ્સ જો આવા નાણાંકીય વ્યવહારોને સહાય કરશે તો તેમને 3 વર્ષ સુધીની જેલ તથા રૂ. 1 કરોડ સુધીનો દંડ ફટકારાશે. વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને વધુ કડક સજા થશે.

Advertisement

સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ઓનલાઈન મની ગેમ્સથી દૂર રહેવું સારું છે, નહીં તો કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. બેન્કો તથા ફિનટેક કંપનીઓને તેમના સિસ્ટમમાં તાત્કાલિક ટેકનિકલ સુધારા કરવા સૂચના આપવામાં આવી છે. સરકારે સહકાર આપવાની ખાતરી આપી છે, પરંતુ કાયદાની અમલવારીમાં કોઈ છૂટછાટ નહીં આપવામાં આવે.

Advertisement
Tags :
Advertisement