For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સાબરકાંઠાના પોળોના જંગલમાં પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ

05:38 PM Dec 31, 2024 IST | revoi editor
સાબરકાંઠાના પોળોના જંગલમાં પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
Advertisement
  • ટૂ-વ્હીલર સિવાયના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો
  • પોળોના જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ તરીકે વિક્સાવાશે
  • સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

હિંમતનગરઃ જિલ્લાના વિજયનગર નજીક પોળોનું જંગલ આવેલું છે. રોજબરોજ જંગલની મોજ માણવા માટે પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ઘણા પ્રવાસીઓ પોતાની સાથે ખાદ્ય સામગ્રી લાવતા હોય છે. પ્લાસ્ટિક ફેંકીને અને ગંદકી કરીને પર્યાવરણને નુકશાન પહોંચાડતા હોય છે.ત્યારે પર્યાવરણને નુકશાન ના થાય તેને લઈને પ્લાસ્ટિકની તમામ વસ્તુઓના વપરાશ પર સાથે ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જો કોઈ હુકમનો ભંગ કરશે તેના સામે દંડ સહીત 188 કલાક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

સાબરકાંઠામાં અરવલ્લીની ગિરી કંદરાઓમાં આવેલું પોળોનું જંગલ કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. રોજબરોજ રાજ્યભરના અનેક પ્રવાસીઓ  જંગલની મુલાકાતે આવે છે. હાલના સમયમાં દર વર્ષની જેમ ખુબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ પ્રવાસીઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુઓ લઈને આવે છે. તેમાં મોટાભાગે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. પોળોના જંગલોમાં પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને થતું નુકસાન અટકાવવા પ્લાસ્ટીકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવાના ભાગરૂપે જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ તરીકે વિક્સાવવા માટે જિલ્લા સમાહર્તા ડૉ.રતનકંવર ગઢવીચારણ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ બંને હુકમ 24 ફેબ્રુઆરી 2025 સુધી અમલમાં રહેશે. જેથી આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા કલમ 188 હેઠળ દંડને પાત્ર થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement