હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

પંજાબમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના મોડ્યુલનો પર્દાફાશ, વિસ્ફોટક સાથે બે શખ્સો ઝડપાયાં

03:14 PM Oct 09, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ પંજાબ પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમને એક મોટી સફળતા મળી છે. ઇન્ટેલિજન્સ વિભાગે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા સમર્થિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના એક મૉડ્યુલનો ભંડાફોડ કર્યો છે. જલંધરમાં પોલીસે અઢી કિલો RDX જપ્ત કર્યું છે અને બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. પ્રાથમિક તપાસ મુજબ આ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કોઈ મોટા આતંકી હુમલા માટે થવાનો હતો.

Advertisement

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આ આખું નેટવર્ક યુકે સ્થિત નિશાન સિંહ અને આદેશ સિંહ દ્વારા સંચાલિત થતું હતું. બંનેને BKIના માસ્ટરમાઇન્ડ હર્વિન્દર સિંહ રિંદા પાસેથી સીધી સૂચનાઓ મળતી હતી, અને તેઓ તે મુજબ કામ કરતા હતા. કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમે આરોપીઓ પાસેથી 2.5 કિલો RDX અને એક રીમોટ કન્ટ્રોલ ઉપકરણ જપ્ત કર્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ આતંકીઓ દિવાળી દરમિયાન પંજાબમાં કોઈ મોટી દુર્ઘટના સર્જવાના ઈરાદો ધરાવતા હતા, પરંતુ સમયસર કાર્યવાહી કરીને પોલીસે તેમના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે આ કેસમાં ગુરજિંદર સિંહ અને દિવાન સિંહ નામના બે આરોપીઓને પકડી પાડ્યા છે.

પંજાબ પોલીસના ડાયરેક્ટર જનરલ (DGP) ગૌરવ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે જપ્ત કરાયેલ IED (Improvised Explosive Device)નો હેતુ મોટા આતંકી હુમલાને અંજામ આપવાનો હતો. ડીજીપીએ જણાવ્યું કે આ કેસમાં UAPA (Unlawful Activities Prevention Act)  અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની કલમો હેઠળ અમૃતસર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article