કર્ણાટક હાઈકોર્ટમાં એક્સે ભારત સરકાર વિરુદ્ધ કેસ કર્યો
બેંગ્લોરઃ X કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદે તથા અનિયમિત સેન્સરશીપ સિસ્ટમ બનાવી રહી છે. ભારતમાં આઈટી એક્ટ હેઠળ જાહેર કરાયેલા બ્લૉકિંગના આદેશની સામે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સે કર્ણાટક હાઈકોર્ટમાં ભારત સરકાર વિરુદ્ધ કેસ કર્યો છે.
કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદે તથા અનિયમિત સેન્સરશીપ સિસ્ટમ બનાવી રહી છે.આઈટી એક્ટની સેક્શન 79 હેઠળ બ્લૉકિંગના આદેશોને પડકારવામાં આવ્યા છે.સેક્શન 79 એક્સ, યુટ્યૂબ અને ફેસબુક જેવાં ઇન્ટરમિડિયરીને યુઝર્સ દ્વારા તેમના પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરવામાં આવેલી કન્ટેન્ટ માટે જવાબદાર બનતાં અટકાવે છે.એક્સની દલીલ છે કે સરકારે જે જોગવાઈ હેઠળ બ્લૉકિંગના આદેશ આપ્યા છે તે કાયદાની વિરુદ્ધ છે .એક્સની અરજીમાં જણાવાયા પ્રમાણે સરકારે સહયોગ પોર્ટલ નામે એક સેન્સરશિપ પોર્ટલ બનાવ્યું છે જેથી કરીને કન્ટેન્ટ બ્લૉક કરવાનું આસાન થઈ જાય. એક્સે આ પોર્ટલ સાથે ન જોડાવાનો નિર્ણય લીધો છે.જોકે આ મામલે આગામી સુનાવણી 27મી માર્ચે થશે.