For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત સામે વનડે અને T20 સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જાહેરાત, મિચેલ માર્શ ટીમનું નેતૃત્વ કરશે

12:02 PM Oct 07, 2025 IST | revoi editor
ભારત સામે વનડે અને t20 સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જાહેરાત  મિચેલ માર્શ ટીમનું નેતૃત્વ કરશે
Advertisement

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ત્રણ વનડે અને પ્રથમ બે ટી20 મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. મિચેલ માર્શ બંને ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરશે. ઓસ્ટ્રેલિયાની ODI ટીમમાં ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન  ડ્વાર્શિસ, ટ્રેવિસ હેડ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝામ્પા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જ્યારે એરોન હાર્ડી, માર્નસ લાબુશેન અને મેથ્યુ કુહનેમેનને બહાર રાખવામાં આવ્યા છે.

Advertisement

બીજી તરફ, શેફિલ્ડ શીલ્ડ મેચના કારણે T20 ટીમની શરૂઆતની વિકેટકીપર એલેક્સ કેરી મેચ રમી શકશે નહીં. જ્યારે ગ્લેન મેક્સવેલ પણ કાંડાના ફ્રેક્ચરને કારણે ટીમની બહાર છે. 2027 ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, ઓસ્ટ્રેલિયાએ મિડલ ઓર્ડરને મજબૂત બનાવવા માટે મેથ્યુ રેનશો અને મિચેલ ઓવેનને ટીમમાં સામેલ કર્યા છે.

પસંદગી સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બેલીના જણાવ્યા અનુસાર, T20 ટીમ વર્લ્ડ કપની તૈયારી માટે બનાવવામાં આવી છે, પરંતુ કેટલાક ખેલાડીઓ એશેઝ સીરિઝ અને શેફિલ્ડ શીલ્ડમાં રમશે, જેના કારણે કેમરૂન ગ્રીનને T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

Advertisement

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 19 થી 25 ઓક્ટોબર દરમિયાન પર્થ, એડિલેડ અને સિડનીમાં ત્રણ મેચની વનડે સીરિઝ રમશે, ત્યારબાદ 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન કેનબરા, મેલબોર્ન, હોબાર્ટ, ગોલ્ડ કોસ્ટ અને બ્રિસ્બેનમાં પાંચ T20 મેચ રમશે.

ઓસ્ટ્રેલિયાની વનડે ટીમ: મિચેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન ડ્વાર્શિસ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મિચેલ ઓવેન, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝામ્પા.

પ્રથમ બે T20 મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ: મિશેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, ટિમ ડેવિડ, બેન ડ્વાર્શિસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમન, મિશેલ ઓવેન, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ અને એડમ ઝામ્પા.

Advertisement
Tags :
Advertisement