ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને ફાસ્ટ બોલર પેટ કમિન્સે 62 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન પેટ કમિન્સે ઇતિહાસ રચ્યો છે. કમિન્સે 62 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે તેણે કપિલ દેવ સહિત અનેક દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે પેટ કમિન્સે ઇતિહાસ રચ્યો છે. કમિન્સે 62 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ઇનિંગમાં કમિન્સે બે વિકેટ લીધી હતી. બીજા દિવસના બીજા સત્રમાં કમિન્સે કેપ્ટન રોસ્ટન ચેઝને આઉટ કર્યો હતો. આ પછી, કમિન્સે છેલ્લા સત્રમાં કેસી કાર્થીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કમિન્સે કાર્થીની વિકેટ સાથે 62 વર્ષ જૂનો ઓસ્ટ્રેલિયન રેકોર્ડ તોડ્યો હતો. કમિન્સ હવે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો છે. તેણે રિચી બેનોડને પાછળ છોડી દીધો છે.
રિચીએ ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 138 વિકેટ લીધી છે. કમિન્સના નામે હવે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે ૧૩૯ વિકેટ છે. કમિન્સ હવે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ લેનાર બીજા ખેલાડી બની ગયા છે. કમિન્સે આ યાદીમાં કપિલ દેવ, ડેનિયલ વેટ્ટોરી, ગેરી સોબર્સ જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. આ યાદીમાં કમિન્સથી ફક્ત પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇમરાન ખાન આગળ છે.
ઇમરાનએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કેપ્ટન તરીકે ૧૮૭ વિકેટ લીધી છે. કમિન્સના નામે અત્યાર સુધી ૧૩૯ વિકેટ છે. કમિન્સને આ યાદીમાં નંબર વન બનવાની તક છે. આ માટે કમિન્સને વધુ ૪૯ વિકેટ લેવાની જરૂર છે.