હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે પ્લેઈંગ 11ની જાહેરાત કરી

11:34 AM Dec 25, 2024 IST | revoi editor
Advertisement

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ માટે યજમાન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે તેના પ્લેઈંગ 11ની જાહેરાત કરી છે. ટ્રેવિસ હેડને આ ટીમમાં રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ હશે જે ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાશે.

Advertisement

કેપ્ટન પેટ કમિન્સે પુષ્ટિ કરી છે કે તેમની ટીમ બે ફેરફારો સાથે આ મેચમાં ઉતરી રહી છે, જેમાં ઈજાગ્રસ્ત જોશ હેઝલવુડની જગ્યાએ નાથન મેકસ્વીની અને સ્કોટ બોલેન્ડની જગ્યાએ સેમ કોન્ટાસ રમશે. 19 વર્ષીય કોન્ટાસ માટે આ એક ખાસ ક્ષણ હશે કારણ કે આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2011માં તેના સૌથી યુવા ટેસ્ટ ડેબ્યૂ કરનારને મેદાનમાં ઉતાર્યો હતો. ત્યારબાદ પેટ કમિન્સને 18 વર્ષની ઉંમરે રમવા માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જો કે કોન્ટાસ ઓસ્ટ્રેલિયાનો સૌથી યુવા ઓપનર હશે અને ઉસ્માન ખ્વાજા સાથે તેની ઉંમરનો તફાવત ઘણો મોટો હશે.

સ્કોટ બોલેન્ડે છેલ્લા 18 મહિનામાં ભારત વિરૂદ્ધ એડિલેડ ટેસ્ટ મેચમાં શાનદાર વાપસી કરીને પોતાની બોલિંગ ધારનું પ્રદર્શન કર્યું છે. જો કે, જોશ હેઝલવુડની ઈજાના કારણે જ તે પરત ફર્યો હતો. ફરી એકવાર બોલેન્ડ ટીમમાં પોતાની યોગ્યતા સાબિત કરવા માટે તૈયાર હશે. તેણે એડિલેડ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી હતી, જેમાં કાંગારૂઓએ 10 વિકેટે જીત મેળવી હતી.

Advertisement

બોર્ડર ગાવસ્કર શ્રેણીની વર્તમાન સ્થિતિ વિશે વાત કરીએ તો, ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ 295 રને જીતી હતી. આ પછી, આગામી ગુલાબી બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટથી હરાવીને શ્રેણી બરોબરી કરી લીધી. ત્રીજી મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી અને ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ હતી. હવે બંને ટીમ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માટે તૈયાર છે.

ચોથી ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા પ્લેઈંગ ઈલેવન: ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટમાં), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

Advertisement
Tags :
Aajna SamacharannouncedAustralia Cricket TeamBorder-Gavaskar TrophyBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPlaying 11Popular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharTest Matchviral news
Advertisement
Next Article