For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાવાગઢના મંદિરમાં માતાજીના સોનાના દાગીનાની ચોરી કરવાનો પ્રયાસ

06:37 PM Oct 28, 2024 IST | revoi editor
પાવાગઢના મંદિરમાં માતાજીના સોનાના દાગીનાની ચોરી કરવાનો પ્રયાસ
Advertisement
  • ઘટનાની જાણ થતાં જ પોલીસ કોફલો દોડી ગયો,
  • પોલીસ તપાસ દરમિયાન ભક્તો માટે માતાજીના દર્શન બંધ કરાવાયા,
  • નિજ મંદિરના ગર્ભગૃહમાં ચારી થયાની ચર્ચા

હાલોલઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ મંદિરમાં ચોરીનો પ્રયાસ કરાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો દોડી ગયા હતા. ગર્ભગૃહમાંથી માતાજીને પહેરાવેલા સોનાના હારની ચોરી થઈ હોવાની લોકચર્ચાથી ભાવિકો પણ દોડી આવ્યા હતા. દરમિયાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા મંદિરમાં ભક્તો માટે દર્શન બંધ કરાયા હતા. પોલીસે મંદિરના સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા. જોકે ખરેખર ચોરી થઈ કે કેમ તે અંગે મંદિરના સત્તાધિશો કે પોલીસ દ્વારા કંઈ કહેવામાં આવ્યુ નથી.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ પંચમહાલના પ્રખ્યાત પાવાગઢ મંદિરમાં માતાજીના દાગીના ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટનાની જાણ થતા જ પાવાગઢ પોલીસ અને ડીવાયએસપી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ ટીમ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા. પોલીસ તપાસ દરમિયાન મંદિરમાં દર્શન બંધ કરાયા હતા. ગત મોડી રાત્રિએ ચોરીની ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા આ બાબતે કોઈ આધિકારીક નિવેદન કે જાહેરાત નથી કરાઈ. મહત્વની વાત છે કે, આજ સુધીના ઇતિહાસમાં પહેલીવાર પાવાગઢના મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો છે. પાવાગઢના ઇતિહાસમાં પ્રથમવાર મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે.  હાલ ચર્ચા એ છે કે, આટલી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કેવી રીતે તસ્કરોએ માતાજીની મૂર્તિના પહેરાવેલા સોનાના હારની ચોરી કરી હશે.

શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરે ચોરી બાબતે પોલીસે સ્પષ્ટતા કરી છે. પંચમહાલના એસપી હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે, મંદિરમાં ચોરી થઈ નથી, માત્ર ચોરીનો પ્રયાસ કરાયો છે. જે બાબતે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. મંદિરની બાજુમાં ખીણ તરફથી ચોર દ્વારા ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે ટ્રસ્ટીઓ દ્વારા મંદિરમાં ચોરી નહિ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. રેન્જ આઈજી અને જિલ્લા પોલિસ વડા સહિતના અધિકારીઓનો કાફલો આ ઘટનાની જાણ થતા જ સ્થળે પહોંચ્યો હતો. પોલીસ સીસીટીવી,વાહનો અને યાત્રિકો બેગ ચેક કરવા સહિતની તપાસ હાથ ધરી હતી. ચોરીના પ્રયાસની ઘટનાને લઈ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચન કરાયું છે. હાલ મંદિર દર્શનાર્થીઓમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં પાવાગઢ બાબતે ચાલતી અફવાઓ દૂર રહેવા જિલ્લા પોલીસ વડા દ્વારા અપીલ કરાઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement