For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં બેરીકેટ હટાવીને પસાર થતા બાઈકસવારોને રોકતા કરાયો હુમલો

05:57 PM Oct 08, 2025 IST | Vinayak Barot
વડોદરામાં બેરીકેટ હટાવીને પસાર થતા બાઈકસવારોને રોકતા કરાયો હુમલો
Advertisement
  • મ્યુનિના કોન્ટ્રાકટર અને બે એન્જિનિયર પર ટોળાએ કર્યો હુમલો,
  • શિયાબાગથી જયરત્ન ચારરસ્તા સુધી રસ્તાની કામગીરીને બેરીકેડ મુકાયા હતા,
  • પોલીસે ચાર શખસોની કરી ધરપકડ

વડોદરાઃ  શહેરના નવાપુરા વિસ્તારમાં રસ્તાની કામગીરી ચાલતી હોવાથી રસ્તો બંધ કરીને બેરીકેડ મુકવામાં આવ્યા હતા. તે દરમિયાન બાઈક સવાર યુવાનોએ બેરીકેડ હટાવીને રોડ પર પસાર થતાં મ્યુનિના કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરે બાઈકસવાર યુવાનોને ટોક્યા હતા. આથી યુવાનોએ માથાકૂટ કરતા લોકોનું ટોળુ એકઠુ થઈ ગયુ હતું. અને લોકોના ટોળાએ બે એન્જિનિયરને માર મારી તેમજ કોન્ટ્રાક્ટર સાથે ઝપાઝપી કરી હતી. આ અંગેની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના સમા સાવલી રોડ ખાતે રહેતા અને રાજ ઇન્સ્ટ્રાસ્ટ્રક્ચર નામે કન્સ્ટ્રક્શન કંપની ધરાવતા રાજ રાવએ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના રસ્તાનો કોન્ટ્રાક્ટ મારી કંપનીને મળેલો છે,  શિયાબાગ ત્રણ રસ્તાથી બગીખાના અને જયરત્ન ચારરસ્તા સુધી રસ્તાની કામગીરી ચાલી રહી હોય મેં મારી પત્ની તથા દીકરી સાથે કન્સ્ટ્રક્શન સાઈટની વિઝીટ માટે નીકળ્યો હતો, મટન પેલેસ શોપ નજીક એક ટોળું અમારા એન્જિનિયર કુશ મોદી અને દેવર્ષિ તંબોલીને માર મારતું હતું. જેથી મેં છોડાવવા વચ્ચે પડતા મને પણ અપશબ્દ કહી મારી સાથે ઝપાઝપી કરી હતી. અને મારી પત્નીને પણ ધક્કો માર્યો હતો. આ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં સ્થળ પર પહોંચેલી પોલીસે નિખિલ ચેતનભાઇ ખારવા, રિતિક રમેશભાઈ ખારવા, ભરત જયંતીલાલ ખારવા અને રમેશ પ્રભુદાસ ખારવા (તમામ રહે-વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. બંને એન્જિનિયરોને ઓછીવત્તી ઈજા પહોંચી હતી. તેમજ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ મારામારી, ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

મ્યુનિના કોન્ટ્રાકટરના કહેવા મુજબ રસ્તાની મિલિંગ (રોડ છોલવુ/કાપવું) કામગીરીના કારણે માર્ગ ઉપર લુસ મટીરીયલ હોવાથી સ્થળ પર અનિચ્છિય ઘટના ન ઘટે તે માટે બેરીકેડ મૂક્યા હતા. દરમિયાન ત્રિપલ સવારી બાઈક સવાર યુવકો પસાર થતા એન્જિનિયરે તેમને કામગીરી ચાલી રહી હોવાથી અકસ્માત ન સર્જાય તે માટે આગળ જતા રોક્યા હતા. આ દરમિયાન એન્જિનિયરે બાઇકની ચાવી કાઢી લેતા મામલો બિચક્યો હતો. અને અચાનક 15 થી 20 લોકોનું ટોળું ઘસી આવ્યું હતુ અને મારામારી કરી હતી,

Advertisement

Advertisement
Tags :
Advertisement