For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વોશિંગ્ટન DCમાં હુમલો: વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના 2 સૈનિકો પર ગોળીબારી, FBIએ તપાસ શરૂ કરી

02:16 PM Nov 27, 2025 IST | revoi editor
વોશિંગ્ટન dcમાં હુમલો  વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના 2 સૈનિકો પર ગોળીબારી  fbiએ તપાસ શરૂ કરી
Advertisement

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન DCમાં આવેલા વ્હાઇટ હાઉસથી થોડે અંતરે વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના બે સભ્યો પર ગોળીબારી થઈ હતી. બંને સૈનિકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. FBIના ડિરેક્ટર કાશ પટેલ અને વોશિંગ્ટનની મેયર મ્યુરિયલ બાઉઝરએ આ હુમલાને ટારગેટેડ એટેક ગણાવ્યો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. હુમલા બાદ તરત જ FBI અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી.

Advertisement

FBI ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું કે, બંને ઘાયલ સૈનિકોને સમયસર સારવાર આપવામાં આવી છે. એક સંદિગ્ધ વ્યક્તિને પણ ગોળી વાગી હતી, જેને અટકાયત કરવામાં આવ્યો છે. સંદિગ્ધની ઓળખ 29 વર્ષીય અફગાન નાગરિક રહમાનુલ્લાહ તરીકે થઈ છે. રિપોર્ટ્સ મુજબ તપાસ ચાલી રહી છે કે આ હુમલો જાણી જોઈને નેશનલ ગાર્ડના સભ્યોને ટાર્ગેટ કરીને કર્યો હતો કે નહીં. અત્યાર સુધીમાં આતંકવાદી હુમલાની શક્યતાઓને પણ નકારી શકાય તેવી નથી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘટના પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે,જે કોઈ પણ આપણા સૈનિકોને નુકસાન પહોંચાડશે, તેને તેની ભારે કિંમતે ચૂકવવી પડશે. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આ હુમલો એક ગંભીર ચેતવણી છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ X પર લખ્યું હતું કે,અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. મિશેલ અને હું ઘાયલ સૈનિકો તથા તેમના પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement