For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ સહિત તમામ શહેરોમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશેઃ સંઘવી

04:33 PM Sep 22, 2025 IST | Vinayak Barot
અમદાવાદ સહિત તમામ શહેરોમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશેઃ સંઘવી
Advertisement
  • ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ગીતો ચલાવી લેવામાં આવશે નહીં,
  • કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે,
  • નાના વેપારીઓને હેરાન ન કરવા પોલીસને આપી સુચના

અમદાવાદઃ ગુજરાતભરમાં આજથી નવરાત્રીનો રંગેચેગે પ્રારંભ થયો છે. અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં તમામ સોસાયટીઓ, પાર્ટીપ્લોટસ અને કલબોમાં રાત્રે નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે એવી રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. તેમજ નવરાત્રી દરમિયાન નાના ધંધાર્થીઓને પરેશાન ન કરવા પોલીસ વિભાગને સુચના આપી છે. સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોને ચીમકી પણ આપી છે કે, કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને કોઈ પણ પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતોને  ચલાવી લેવામાં આવશે નહીં.

Advertisement

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવરાત્રનું પર્વ ભક્તિભાવપૂર્ણ અને આનંદોલ્લાસથી ઊજવાય તે માટે પોલીસનો પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે. સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં, જિલ્લાઓમાં રાત-દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની-મોટી વસ્તુઓ બનાવતા હોય છે કે આ પછી ખાણી-પીણીના સ્ટોલ ચલાવતા હોય છે. આ હજારો-લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે પણ ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત તમામ શહેરોમાં નાના-નાના વેપારીઓ  સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રી છે. કારણ કે મા અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના નારા જોડે દેશ આખું કંઈક અલગ જ મૂડમાં દેખાઈ રહ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રીના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમનાર, ગરબા રમવા આવતી બહેનો અને પરિવારજનોની જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરશે.  કોમર્શિયલ ગરબા માટે આયોજકોએ બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને સાથે સાથે આપણા રાજ્યની સંસ્કૃતિ માં અંબાના ગરબા અને નવરાત્રિના આ નવ દિવસ જ્યારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં. આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવી એ આપણી જવાબદારી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement