આથિયા શેટ્ટી અને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર કેએલ રાહુલ ટૂંક સમયમાં માતા-પિતા બનશે
આથિયા શેટ્ટી અને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાનાં છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે. ફોટોમાં KL રાહુલ પણ પત્ની સાથે રોમેન્ટિક થતો દેખાયો હતો.
તાજેતરમાં આથિયા અને કેએલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી. જેમાં એક્ટ્રેસ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે. ફોટામાં આથિયાએ લાઈટ યલો કલરનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે કેએલ રાહુલે સફેદ ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું. ફોટામાં, આથિયા રાહુલના કપાળ પર કિસ કરતી જોવા મળી. બીજા એક ફોટામાં, એક્ટ્રેસ ગાર્ડનમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી. આ ફોટામાં તેણે વ્હાઈટ શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, "ઓહ, બેબી! ગયા વર્ષે નવેમ્બરમાં, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, 'અમારું સુંદર વરદાન 2025માં જલદી આવી રહ્યું છે'.
નોંધનીય છે કે, લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. 23 જાન્યુઆરી, 2023ના રોજ આથિયા શેટ્ટીએ ક્રિકેટર કે.એલ. સાથે લગ્ન કર્યાં. લગ્ન પહેલા બંને લગભગ 4 વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. આ લગ્ન સુનીલના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં નજીકના પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં થયાં હતાં. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીએ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ 'હીરો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ કંઈ ખાસ કમાલ ન કરી શકી. આ પછી, આથિયા 'મુબારકા', 'મોતીચૂર ચકનાચૂર' જેવી થોડી જ ફિલ્મોમાં જોવા મળી છે. લગ્ન પછી આથિયાએ હજુ સુધી કોઈ નવી ફિલ્મ સાઇન કરી નથી. તોબીજી બાજુ કે એલ રાહુલ તાજેતરમાં જ આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફી માં ભારતની જીતની ખુશી માનવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આથીયા શેટ્ટી સુનીલ શેટ્ટી ની દીકરી છે ત્યારે સુનીલ શેટ્ટી નાં ઘરમાં પણ એટલી જ ખુશી છવાઈ હશે.