વ્યારામાં રાત્રે તસ્કરો SBIનું ATM તોડીને 40 લાખ ઉઠાવી ગયા
- તસ્કરોએ SBIના ATMમાં લાગેલા CCTV પર સ્પ્રે માર્યો,
- ગેસકટરથી ATM મશીનને કાપ્યુ,
- પોલીસે રોડ પરના સીસીટીવીના કૂટેજ મેળવી તપાસ હાથ ધરી
સુરતઃ તાપી જિલ્લાના વ્યારામાં ગત મધરાત બાદ તસ્કરોએ એસબીઆઈ બેન્કના એટીએમ તોડીને રૂપિયા 40 લાખની રોકડની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતા. બુકાનીધારી તસ્કરોએ એટીએમમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ સીસીટીવીના કેમેરા પર સ્પ્રે મારીને વિઝ્યુઅલ ન આવે એવી હરકતો કરી હતી. ગેસ કટરથી એટીએમ મશીન કાપીને રૂપિયા 40 લાખની રોકડ ઉઠાવીને પલાયન થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલા સાથે અધિકારીઓ દોડી આવ્યા હતા.
તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલા સ્ટેટ બેંકના ATMમાંથી રાત્રિ દરમિયાન તસ્કરો અંદાજિત રૂપિયા 40 લાખની રોકડ રકમ ચોરી કરી હતી. તસ્કરો CCTV પર સ્પ્રે મારીને ગેસ કટરથી મશીન કાપ્યા બાદ પળવારમાં જ લાખોની ઉઠાંતરી કરી રફૂચક્કર થઈ ગયા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતાં CCTVના આધારે તસ્કરોને શોધવા તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તાપી જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલ SBIના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાત્રિ દરમિયાન અંદાજિત 40 લાખ રૂપિયાની ચોરી કરી ચોરો નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં તાપી પોલીસ ચોર ટોળકીને પકડવા કામે લાગી ગયું છે. એસબીઆઇનું એટીએમ સિક્યુરિટી ગાર્ડ વગરનું હોવાથી રાત્રિ દરમિયાન તસ્કરો પ્રવેશ કરી ચોરીને અંજામ આપવામાં સફળ રહ્યા હતા. પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. (File photo)