દક્ષિણ કૉરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ લાગેલી જંગલની આગમાં અંદાજે 24 લોકોના મોત
દક્ષિણ કૉરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ લાગેલી જંગલની આગમાં અંદાજે 24 લોકોના મોત નીપજ્યા છે. અધિકારીઓએ જણાવ્યું, ઈજાગ્રસ્ત 26 લોકોમાંથી 12 લોકોના સ્થિતિ ગંભીર છે. જંગલમાં લાગેલી આગના કારણે 23 હજારથી વધુ લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. સ્થાનિક માધ્યમોના જણાવ્યા મુજબ, પીડિતોમાં મોટા ભાગના 60થી 70 વર્ષની વયના લોકો છે. આ દુર્ઘટનામાં ઉઈસોન્ગ શહેરમાં એક હજાર 300 વર્ષ જૂનું ગૌન્સા મંદિરને પણ નુકસાન પહોંચ્યું છે.જોકે, અનેક સાંસ્કૃતિક અવશેષોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.
કૉરિયામાં તહેનાત અમેરિકી સેનાના હૅલિકૉપ્ટરો સહિત અનેક જગ્યાની આગને કાબૂમાં લાવવા માટે પાંચ હજાર સૈન્યકર્મી અને હજારો અગ્નિશમન દળના જવાનને તહેનાત કરાયા છે. અંદાજે 17 હજાર હૅક્ટર જંગલનો પણ નાશ થયો છે. ક્ષેત્ર મામલે દક્ષિણ કૉરિયાના ઇતિહાસમાં આત્રીજી સૌથી મોટી જંગલની આગ છે. કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ હાન ડક સૂ-એ કહ્યું, આ આગ કૉરિયાના ઇતિહાસમાં સૌથી ભયાનક જંગલની આગ સાબિત થઈ રહી છે.