For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સ્પેસથી પરત પૃથ્વી પર પરત ભર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા

04:46 PM Jul 15, 2025 IST | revoi editor
સ્પેસથી પરત પૃથ્વી પર પરત ભર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા
Advertisement

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 18 દિવસના રોકાણ અને 22.5 કલાકની મુસાફરી બાદ અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનમાં સામેલ ત્રણ અન્ય લોકો મંગળવારના રોજ પૃથ્વી પર પાછા ફર્યા હતા. બધા અવકાશયાત્રીઓને લઈને ડ્રેગન અવકાશયાન કેલિફોર્નિયાના સાન ડિએગોમાં ઉતર્યું હતું. સ્પેસથી પરત ફરેલા શુભાંશુ શુક્લાના પ્રથમ ફોટા સામે આવ્યા છે.

Advertisement

મિશન પાયલોટ શુભાંશુ શુક્લાએ હસતા ચહેરા સાથે ડ્રેગન અવકાશયાનમાંથી બહાર નીકળ્યા અને 18 દિવસમાં પહેલી વાર ગુરુત્વાકર્ષણનો અનુભવ કર્યો હતો. ચારેય અવકાશયાત્રીઓ ડ્રેગન યાનમાંથી બહાર આવ્યા હતા. પહેલા કમાન્ડર પેગી વ્હિટસન ગન અવકાશયાનમાંથી બહાર આવ્યા અને પછી મિશન પાયલોટ શુભાંશુ શુક્લા બહાર આવ્યા હતા.

પૃથ્વી પર પાછા ફર્યા પછી, હવે શુભાંશુ શુક્લા અને X-4 ટીમને 10 દિવસ માટે એકાંતમાં રહેવું પડશે. તે પછી જ તેમનું સામાન્ય જીવન શરૂ થશે. રવિવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે વિદાય સમારંભમાં શુભાંશુ શુક્લાએ કહ્યું કે, "પૃથ્વી પર જલ્દી મળીશું." શુક્લા 1984માં અવકાશમાં મુસાફરી કરનાર રાકેશ શર્મા પછી બીજા ભારતીય અવકાશયાત્રી છે. એક્સિઓમ-4 મિશન સાથે, ભારત, પોલેન્ડ અને હંગેરી ચાર દાયકાથી વધુ સમય પછી અવકાશમાં પાછા ફર્યા છે.

Advertisement

રાકેશ શર્માને યાદ કરતાં શુભાંશુ શુક્લાએ કહ્યું કે 41 વર્ષ પહેલાં એક ભારતીયે અવકાશમાં મુસાફરી કરી હતી અને કહ્યું હતું કે, ત્યાંથી ભારત કેવું દેખાય છે. શુભાંશુએ કહ્યું કે, "આપણે બધા હજુ પણ જાણવા માટે ઉત્સુક છીએ કે ભારત ઉપરથી કેવું દેખાય છે. આજનું ભારત મહત્વાકાંક્ષી દેખાય છે... આજનું ભારત નિર્ભય દેખાય છે... આજનું ભારત આત્મવિશ્વાસથી ભરેલુ દેખાય છે... આજનું ભારત ગર્વથી ભરેલું દેખાય છે. આ બધા કારણોસર, હું ફરી એકવાર કહી શકું છું કે આજનું ભારત હજુ પણ 'સારે જહાં સે અચ્છા' દેખાય છે. પૃથ્વી પર જલ્દી મળીશું."

Advertisement
Tags :
Advertisement