For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

EDએ અમદાવાદ સહિત 15 સ્થળોએ સટ્ટા બેટિંગની પાડેલી રેડમાં કરોડોની મિલક્તો ફ્રીઝ

05:41 PM Apr 22, 2025 IST | revoi editor
edએ અમદાવાદ સહિત 15 સ્થળોએ સટ્ટા બેટિંગની પાડેલી રેડમાં કરોડોની મિલક્તો ફ્રીઝ
Advertisement
  • EDએ સર્ચ દરમિયાન 29 કરોડ રોકડા મળી આવ્યા
  • 573 કરોડથી વધુના સિક્યુરિટીઝ-બોન્ડ-ડિમેટ ખાતાઓ પણ ફ્રીઝ કરાયા
  • સટ્ટાબાજીનું ભંડોળ બહારના દેશોમાં ટ્રાન્સફર કરાતુ હતું

અમદાવાદઃ દેશમાં ક્રિકેટ પર સટ્ટાબેટિંગની બદી વધતી જાય છે, ત્યારે મહાદેવ બેટિંગ એપ.ના કેસમાં ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટર  યાને ઈડીએ દેશમાં અમદાવાદ સહિત અલગ અલગ 15 જગ્યાઓ પર 16 એપ્રિલના રેડ કરી હતી. જેમાં દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ઇન્દોર, જયપુર અને ચેન્નાઈ સહિતની જગ્યાએ રેડ કરવામાં આવી હતી. ઈડીએ વિવિધ જગ્યાએ સર્ચ દરમિયાન 3.29 કરોડ રોકડા અને 573 કરોડથી વધુના સિક્યુરિટીઝ/ બોન્ડ/ ડિમેટ ખાતાઓ ફ્રીઝ કર્યા છે.

Advertisement

ઈડીના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ મહાદેવ બેટિંગ એપના કેસમાં ઈન્ફોર્સમેન્ટ ડિરેકટર દ્વારા અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ઈડીએ અનેક ગુનાઈત દસ્તાવેજ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ પણ જપ્ત કર્યા છે. ઈડીની સર્ચ દરમિયાન એવી હકિકત જાણવા મળી હતી કે, સટ્ટાબાજી પ્લેટફોર્મ દ્વારા જનરેટ થયેલું ભંડોળ ભારતની બહાર ટ્રાન્સફર કરાતુ હતું. અત્યાર સુધી ઈડી દ્વારા 170થી વધુ જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું હતું. તપાસમાં 3002.47 કરોડની સ્થાવર જંગમ મિલકત જપ્ત કરાઈ અથવા તો ટાંચમાં લેવાઈ છે. આ કેસની અત્યાર સુધીની સમગ્ર તપાસ દરમિયાન ઈડી  દ્વારા 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઈડીએ કરેલી તપાસમાં એવી હકિકતો જાણવા મળી હતી કે,  આ સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ દ્વારા જનરેટ કરાયેલા ભંડોળ એટલે કે Proceeds of Crime (POC) ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા અને બાદમાં વિદેશી FPIs (જે મોરેશિયસ, દુબઈ વગેરે સ્થિત છે) ના નામે ભારતીય શેરબજારમાં જમા કરવામાં આવી રહ્યા હતા. સામાન્ય રોકાણકારોને છેતરવા માટે ચોક્કસ એસએમઈ ક્ષેત્રની સિક્યોરિટીઝના કૃત્રિમ ભાવ-વધઘટ માટે કેટલીક કંપનીઓમાં નાણાં જમા કરવામાં આવ્યું હતું. શેરના ભાવની હેરાફેરીનો સંપૂર્ણ મોડસ ઓપરેન્ડી ઉજાગર કરવા માટે ઈડીએ તપાસ ચાલુ કરી છે. આવી લિસ્ટેડ એન્ટિટીના પ્રમોટરોની ભૂમિકા પણ બહાર આવી છે, જેમણે શેરના પ્રેફ્રન્શિયલ ઇશ્યૂ, પ્રમોટર્સ/પ્રમોટર-નિયંત્રિત શેરના વેચાણ અને શેર વોરંટ જારી કરવાના બહાને તેમની કંપનીમાં આ દૂષિત ભંડોળનો ઉપયોગ કર્યો છે. આમાંની કેટલીક લિસ્ટેડ કંપનીઓનો ઉપયોગ શેરબજારમાં રોકાણને સ્તર આપવા માટે પણ થતો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

 

Advertisement
Tags :
Advertisement