એશિયન ચેમ્પિયનશિપ: ભારતીય શૂટર્સ ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે જીત્યો ગોલ્ડ
નવી દિલ્હીઃ એશિયન નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં ભારતનું શાનદાર પ્રદર્શન. ઐશ્વર્ય પ્રતાપસિંહે તોમરે પુરુશ 50 મીટર રાઈફલ -થ્રીમાં જીત્યો સુવર્ણ ચંદ્રક. ઐશ્વર્યએ 462.55 પોઈન્ટ મેળવી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે એશીયાઇ નિશાનેબાજી ચેમ્પિયન શીપમાં પુરુષોની 50 મીટર રાઈફલની પોઝીશન ઇવેન્ટમાં સુવર્ણ પદક જીત્યો છે. કઝાકિસ્તાનમાં આયોજિત એશીયાઇ ચેમ્પિયન શીપમાં શુટિંગમાં ઐશ્વર્ય તોમરે 462.5 સ્કોર કર્યો હતો. આ ઐશ્વર્યનું બીજું પદક છે, આ પહેલા તેઓએ 2023માં પણ સુવર્ણ પદક હાંસલ કર્યો હતો. ચીનના વેન્યુ ઝાઓએ 462 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે જાપાનના નાઓયા ઓકાડાએ 445.8 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે મોટાભાગની સ્પર્ધામાં લીડ જાળવી રાખીને પોતાની શ્રેષ્ઠતા દર્શાવી હતી. 24 વર્ષના ઓલિમ્પિયને દરેક સ્થિતિમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તે પ્રોન પોઝિશનમાં કમબેક કરી શક્યો નહીં, પરંતુ તેને સ્ટેન્ડિંગમાં સારું પ્રદર્શન કર્યું અને વિજયી બન્યો. ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે સ્પર્ધાના અંતિમ તબક્કામાં 1.5 પોઈન્ટની લીડ સાથે શાનદાર એન્ટ્રી કરી હતી. અન્ય ભારતીય શૂટર્સમાં ચેન સિંહ ચોથા સ્થાને રહ્યો, જ્યારે અખિલ શિઓરન ફાઈનલમાં પાંચમા સ્થાને રહ્યો. આ પહેલા ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે ચેન સિંહ અને શિઓરનની ભારતીય ત્રિપુટીએ 50 મીટર રાઈફલ 3 પોઝિશન ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર કુલ 584 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશનમાં ત્રીજા સ્થાને રહ્યો. આ જ ઈવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરનું આ બીજું એશિયન ટાઈટલ હતું, તેને 2023માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ 2024માં જકાર્તામાં યોજાયેલી સીઝનમાં તેને તેના સાથી શેરોન સામે હારીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.