હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં વૈશાખે સર્જાયો અષાઢી માહોલ, આજે બપોર સુધીમાં 141 તાલુકામાં પડ્યો વરસાદ

04:23 PM May 07, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાતભરમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે. એકસાથે ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા 48 કલાકથી વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. આજે બુધવારે સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં ખંભાતમાં 4 ઈંચથી વધુ, ભાવનગર, બાવળા, વડોદરામાં ત્રણ ઈંચ, તથા બોરસદ, નડિયાદમાં અઢી ઈંચ, અને બાકીના તાલુકામાં વરસાદી ઝાપટાંથી લઈને બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ગત મોડી રાતે પણ ઘણાબધા વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ પડ્યો હતો.  ભારે વરસાદને લીધે અમદાવાદ, વડોદરા અને સુરત સહિત શહેરોમાં રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

Advertisement

ગુજરાતમાં સોમવાર સાંજથી વરસાદી મોહાલ સર્જાયો છે. મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં 1 મીમીથી લઇ પોણા 7 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. ભાવનગરના મહુવામાં સતત 6 કલાકમાં પોણા 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલીના લાઠીમાં અઢી ઇંચ, સાવરકુડલામાં સવા 2 ઇંચ, લીલીયા અને અમેરલીમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવન અને કડાકા-ભડાકા સાથેના વરસાદના કારણે બે દિવસમાં 21 લોકોના મોત થયા છે. મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 17ના મોત થયા છે, જ્યારે 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે તો ઉત્તર ગુજરાતમાં 3 વ્યક્તિ અને 45 પશુનાં મોત થયા છે.  જોકે આજે સવારથી પડેલા વરસાદમાં કોઈ જાનહાની હજુ વાવડ મળ્યા નથી.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યભરના અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ અને સાથે ભારે વાવાઝોડાની શક્યતા છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, અમરેલી, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે પવન ફુકાશે. પવનની ગતિ 41-61 કિ.મી. પ્રતિ કલાક સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તદુપરાંત મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય વાવાઝોડા સાથે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં બનાસકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ જેવા અલગ સ્થળોએ વરસાદ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsrain in 141 talukasrainy weatherSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article