For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં કારતક મહિનો પુરો થવાની તૈયારીમાં છે, ત્યારે ગુલાબી ઠંડીનો થયો આરંભ

05:45 PM Nov 24, 2024 IST | revoi editor
ગુજરાતમાં કારતક મહિનો પુરો થવાની તૈયારીમાં છે  ત્યારે ગુલાબી ઠંડીનો થયો આરંભ
Advertisement
  • હવામાન વિભાગ કહે છે, ઉત્તર-પૂર્વના પવનો ફુંકાતા ઠંડીમાં વધારો થશે,
  • અંબાલાલ પટેલ કહે છે, 27મી નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થશે,
  • ડિસેમ્બરમાં વાતાવરણ વાદળછાંયુ બનવાની શક્યતા

અમદાવાદઃ કારકત મહિનો પુરો થવામાં હવે એક અઠવાડીયા જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારના અને રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થતા લોકોએ ગરમ કપડા પહેરવાની શરૂઆત કરવી પડી છે. રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ હાલ ઉત્તર-પૂર્વના પવનો ફુકાઈ રહ્યા હોવાથી ઠંડીનું જોર વધશે. જ્યારે હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલના કહેવા મુજબ આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે. ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે. જોકે આગામી દિવસોમાં 10 સુધીનું  નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે.

Advertisement

ગુજરાતમાં આ વર્ષે ઠંડીનો મોડો પ્રારંભ થયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળે છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ હાલ ઉત્તર પૂર્વ તરફથી પવનો ફુકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં ઘટાડો થશે. કાશ્મીર અને હીમાચલમાં હીમ વર્ષાને કારણે પણ ગુજરાતમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. જ્યારે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે. ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે. જોકે આગામી દિવસોમાં 10 સુધીનું  નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે. જ્યારે ગરમીમાં 30 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.  નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું  વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. તા. 25 થી 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.  રાજ્યમાં શિયાળાના પ્રારંભ સાથે ઉત્તર-પૂર્વ તરફથી પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement